છેલ્લા અનેક દાયકાઓથી ફેક્ટર ઇન્વેસ્ટિંગ માર્કેટમાં પ્રચલિત છે. બેંજામિન ગ્રેહામ અને વોરેન બફે જેવા નોંધપાત્ર રોકાણકારોથી ફામા અને ફ્રેન્ચ સહિતના રોકાણકારોની પણ રૂચિ વધી રહી છે અને ઇક્વિટી ફેક્ટર ઇન્વેસ્ટિંગને લઇને અનેક શૈક્ષણિક સાહિત્ય પણ માર્કેટમાં ઉપલબ્ધ છે. ઇક્વિટી ફેક્ટર ઇન્વેસ્ટિંગ એ સિક્યોરિટીઝના પોર્ટફોલિયો પર આધારિત હોય છે. ઉદાહરણ તરીકે વેલ્યૂ ફેક્ટર એ ઓછી વેલ્યૂએશનના શેર્સનો પોર્ટફોલિયો છે અને મોમેન્ટમ ફેક્ટર એ સ્ટોક્સનો પોર્ટફોલિયો છે જેમાં નિર્ધારિત સમયગાળામાં સર્વાધિક રિટર્ન મળ્યું હોય છે. સૌથી વધુ ઉપયોગમાં લેવાતા પરિબળોમાં મૂલ્ય, ગુણવત્તા, મોમેન્ટમ, ગ્રોથ, કદ અને ઓછી વોલેટિલિટી છે તેમ એસબીઆઇ મ્યુ.ફંડના ફંડ મેનેજર સુકન્યા ધોષે જણાવ્યું હતું. ફેક્ટર ઇન્વેસ્ટિંગ તેની પારદર્શિતા, શિસ્તબદ્ધ રોકાણના સિદ્ધાંત, વૈવિધ્યસભર પોર્ટફોલિયોના નિર્માણની ક્ષમતા અને માર્કેટમાં લાંબા સમયથી મજબૂત હાજરીને કારણે વૈશ્વિક રોકાણકારો વચ્ચે તે લોકપ્રિય છે. આપણે અનેકવાર ભૂલી જઇએ છીએ કે પરિબળો મારફતે માર્કેટ ગતિશિલતાનું નિરીક્ષણ એ મેક્રો ઇકોનોમિક સાયકલ માટેનો પૂરક અભિગમ છે તેમજ તે સ્ટોક્સ અને સેક્ટરની પેટર્ન અને વલણને સમજવામાં મદદરૂપ થાય છે. માર્કેટની ગતિવિધિ તેમજ ઇક્વિટી ફેક્ટર પરફોર્મન્સને સમજવાથી એક તક પણ મળે છે. વૈશ્વિક સ્તરે, સદીના શરૂઆતના દાયકાઓમાં મૂલ્યનું વર્ચસ્વ વધુ રહ્યું હતું. મોમેન્ટમ તેમજ ગ્રોથના વર્ચસ્વના અનેક દાયકાઓ બાદ વર્ષ 2021-22માં મૂલ્યએ કમબેક કર્યું છે. ગુણવત્તા એક રક્ષણાત્મક પરિબળ હોવાને કારણે વૈશ્વિક સ્તરે નાણાકીય કટોકટી દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.
ભારત મુખ્યત્વે એવું માર્કેટ રહ્યું છે જ્યાં ગ્રોથ અને ગુણવત્તાના પરિબળો સમયાંતરે સતત આગળ વધ્યા છે. જો કે, તે અલગ અલગ માર્કેટ પ્રમાણે કામ કરે છે. જ્યારે માર્કેટમાં મંદી હોય ત્યારે ગુણવત્તા એ સૌથી વધુ પ્રદર્શન કરતું પરિબળ છે. જ્યારે ગ્રોથ પરિબળ એવી કંપનીમાં રોકાણ કરવાનું પસંદ કરે છે જ્યાં આવકમાં ઉચ્ચ વૃદ્ધિ નોંધાઇ હોય. રોકાણ માટેના પરિબળ આધારિત અભિગમથી વોલેટિલિટી ઘટે છે
આ વર્ષે, માર્કેટમાં વેલ્યૂ આધારિત પરિબળ વધુ ઉપયોગી બન્યું છે. ગુણવત્તાનું પરિબળ પણ ફરીથી ભૂમિકામાં છે. રોકાણ માટે અનેકવિધ પરિબળનો અભિગમ વિવિધતા ઉપરાંત વ્યક્તિગત પરિબળોની વોલેટિલિટીને ઘટાડવામાં મદદરૂપ થાય છે. તે ઉપરાંત તે માર્કેટમાં સ્લોડાઉન દરમિયના કેટલાક અન્ય જોખમોની તીવ્રતાને પણ ઘટાડવાનું કામ કરે છે. રોકાણ માટે એક ચોક્કસ શૈલીની ઓળખ જરૂરી
અનેકવિધ માર્કેટ શાસન દરમિયાન રોકાણના અંદાજ અને કેટલીક લાક્ષણિકતા અંગેની ઊંડાણપૂર્વકની સમજ જરૂરી બને છે, જે આપણને માર્કેટ આઉટલુક પ્રમાણે પોર્ટફોલિયોને સુસંગત કરવામાં મદદરૂપ થાય છે. દરેક શાસન દરમિયાન કેટલીક સ્ટાઇલ અન્યને પાછળ છોડી દે છે. અત્યારના માર્કેટ ટ્રેન્ડ પ્રમાણે રોકાણ કરવાથી પોર્ટફોલિયોના સંચાનની પ્રક્રિયાને વધુ સરળ બનાવી શકાય છે.