back to top
Homeગુજરાતરાજ્યકક્ષાનાં યુવા મહોત્સવનો પ્રારંભ:રાજકોટમાં 7 ડિસેમ્બર સુધી લોકવાર્તા, દુહા-છંદ તેમજ ચોપાઈ સહિતની...

રાજ્યકક્ષાનાં યુવા મહોત્સવનો પ્રારંભ:રાજકોટમાં 7 ડિસેમ્બર સુધી લોકવાર્તા, દુહા-છંદ તેમજ ચોપાઈ સહિતની 40 સ્પર્ધાઓ યોજાશે, પ્રથમ, દ્વિતીય વિજેતાઓને પુરસ્કાર અપાશે

રાજકોટ શહેરનાં હેમુગઢવી હોલ ખાતે આજથી તારીખ 7 ડિસેમ્બર સુધી રાજ્યકક્ષાનાં યુવા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આજે રાજકોટનાં મેયર નયનાબેન પેઢાડિયાનાં હસ્તે આ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. મહોત્સવમાં લોકવાર્તા, દુહા-છંદ તેમજ ચોપાઈ સહિતની જુદી-જુદી 40 જેટલી સ્પર્ધાઓ આગામી 3 દિવસ દરમિયાન યોજાશે. આ મહોત્સવમાં અલગ-અલગ સ્પર્ધાનાં મળીને કુલ 800 કરતા વધારે સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. જેમાં તમામ સ્પર્ધાઓમાં ઝોનકક્ષાએ આવનાર પ્રથમ તેમજ દ્વિતીય વિજેતાઓને પુરસ્કાર આપવામાં આવનાર છે. જુદી-જુદી 40 સ્પર્ધાઓ યોજાશે
પ્રાપ્ત વિગત મુજબ, આ યુવા મહોત્સવ અંતર્ગત તા. 5 ડિસેમ્બરનાં રોજ લોકનૃત્ય, સમૂહગીત, હળવું સંગીત, એકપાત્રીય અભિનય, એકાંકી, લગ્નગીત, લોકગીત, ભજન, શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની), શાસ્ત્રીય કંઠ્ય સંગીત (કર્ણાટકી), એગ્રો પ્રોડક્ટ, વિજ્ઞાન મેળો, ટેક્ષ ટાઈલ્સ, હેન્ડીક્રાફ્ટ અને સર્જનાત્મક સ્પર્ધાઓ યોજાશે. જ્યારે 6 ડિસેમ્બરનાં કથ્થક, ભરતનાટયમ, કુચિપુડી, ઓડીસી, મણીપુરી, લોકવાદ્ય સંગીત, તબલા, હાર્મોનિયમ (હળવું), સીતાર, ગીટાર, મૃદગમ અને વીણા સ્પર્ધાઓ યોજાશે. તેમજ 7 ડિસેમ્બરનાં રોજ વાંસળી, વકતૃત્વ, શીઘ્ર વકતૃત્વ, ડિકલેમેશન, લોકવાર્તા તેમજ દુહા-છંદ-ચોપાઈ, નિબંધ, પાદપુર્તિ, સ્ટોરી રાઈટીંગ, કાવ્ય લેખન-વાંચન, ગઝલ-શાયરી લેખન, ચિત્રકલા, પોસ્ટર મેકિંગ સહિત જુદી-જુદી 40 સ્પર્ધાઓ યોજાશે. વિજેતા દિલ્હીમાં યોજાનાર સ્પર્ધામાં ભાગ લઈ શકશે
રાજકોટનાં મેયર નયના પેઢડિયાનાં જણાવ્યા અનુસાર, રાજકોટનાં આંગણે આજથી 3 દિવસ યુવા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં કુલ 800 સ્પર્ધકો દ્વારા પોતાની શ્રેષ્ઠ કલાકૃતિઓ લોકોનજ સમક્ષ રજૂ કરવામાં આવશે. જેમાં અલગ-અલગ 40 જેટલી સ્પર્ધાઓ પણ રાખવામાં આવી છે. જેમાં તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ પસંદગી પામનારા સ્પર્ધકો આગામી 12 જાન્યુ. સ્વામી વિવેકાનંદનાં જન્મ દિવસે દિલ્હી ખાતે યોજાનાર સ્પર્ધામાં ભાગ લઈ શકશે. જેમાં પ્રથમ આવનારા સ્પર્ધકોને વડાપ્રધાન મોદીનાં હસ્તે ઇનામ આપવામાં આવશે. બહારથી આવનારા સ્પર્ધકો માટે રહેવા-જમવાની વ્યવસ્થા
રાજકોટમાં લાંબા સમય બાદ આ પ્રકારની રાજ્યકક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતા દુહા, છદ, લોકગીતો સહિતની 40 સ્પર્ધાઓ યોજાનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા, ત્યારથી આ પ્રકારે કાર્યક્રમો યોજી કલાકારોને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત રાજકોટમાં યોજાયેલા રાજયકક્ષાના કાર્યક્રમ માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં બહારથી આવનારા સ્પર્ધકોને રહેવા-જમવા સહિતની તમામ વ્યવસ્થા ખૂબ સારી રીતે કરવામાં આવી છે. અને આગામી સમયમાં આવી વધુમાં વધુ સ્પર્ધાઓ રાજકોટ શહેરમાં યોજાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments