back to top
Homeસ્પોર્ટ્સરોહિતે કહ્યું- કેએલ રાહુલ એડિલેડમાં ઓપનિંગ કરશે:તે તેને હકદાર, બદલાવની જરૂર નથી;...

રોહિતે કહ્યું- કેએલ રાહુલ એડિલેડમાં ઓપનિંગ કરશે:તે તેને હકદાર, બદલાવની જરૂર નથી; આવતીકાલથી બીજી ટેસ્ટ

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ એડિલેડ ટેસ્ટના એક દિવસ પહેલા ભારતીય ઓપનિંગ જોડીના સસ્પેન્સનો અંત લાવી દીધો છે. તેણે કહ્યું- ‘હું મિડલ ઓર્ડરમાં બેટિંગ કરીશ અને કેએલ રાહુલ ઓપનિંગ કરશે.’ 37 વર્ષીય ભારતીય કેપ્ટન 6 ડિસેમ્બરથી શરૂ થનારી મેચમાંથી પરત ફરી રહ્યો છે. તે પેરેંટલ લીવ પર હતો અને પર્થ ટેસ્ટમાં રમી શક્યો નહોતો. તેની ગેરહાજરીમાં કેએલ રાહુલે યશસ્વી જયસ્વાલ સાથે ઓપનિંગ કરી હતી. તેણે બીજા દાવમાં 77 રન બનાવ્યા અને 201 રનની રેકોર્ડ ઓપનિંગ ભાગીદારી પણ કરી. આ પછી ચેતેશ્વર પૂજારા અને રવિ શાસ્ત્રી સહિત ઘણા ક્રિકેટ એક્સપર્ટે રાહુલને ઇનિંગ ઓપન કરવા માટે કહ્યું હતું. ભારતીય ટીમ 5 મેચની સિરીઝમાં 1-0થી આગળ છે. ભારતે પર્થ ટેસ્ટ 295 રને જીતી હતી. રોહિતે કહ્યું- પર્થ ટેસ્ટની જોડી બદલવી યોગ્ય નથી અમને પરિણામ અને સફળતા જોઈએ છે. હું ઘરે હતો. રાહુલને બેટિંગ કરતા જોઈને આનંદ થયો. રાહુલે વિદેશમાં જે રીતે બેટિંગ કરી છે તે જોતાં તે ઓપનિંગ કરવા હકદાર બન્યો છે. પર્થમાં, તમે યશસ્વી સાથે આટલી મોટી ભાગીદારી કરો છો…જો 500ની નજીક રન બનાવ્યા હોય તો તે ભાગીદારીને બદલવી યોગ્ય નથી. વ્યક્તિગત રીતે મારા માટે આ એક મુશ્કેલ નિર્ણય હતો, પરંતુ ટીમ માટે સરળ નિર્ણય હતો. પિંક બોલ ટેસ્ટ માણવા માગતો હતો
પ્રેક્ટિસ મેચમાં મિડલ ઓર્ડરમાં રમવા પર રોહિતે કહ્યું કે, આ એક પ્રેક્ટિસ મેચ હતી, હું તેના પર વધારે ધ્યાન નથી આપી રહ્યો. હું માત્ર પિંક બોલનો અનુભવ કરવા માગતો હતો. રોહિતે રાણા અને રેડ્ડીની પ્રશંસા કરી હતી
રોહિતે હર્ષિત રાણા અને નીતિશ રેડ્ડીની પ્રશંસા કરી હતી. તેણે કહ્યું- ‘હર્ષિત અને નીતિશને જોઈને એવું નહોતું લાગતું કે આ તેમની પહેલી મેચ છે. તેની બોડી લેંગ્વેજ લાજવાબ દેખાતી હતી. જ્યારે તમારે મોટી સિરીઝ જીતવી હોય ત્યારે તમારે આ ખેલાડીઓની જરૂર હોય છે. અશ્વિન અને જાડેજાને બહાર રાખવા મુશ્કેલ નિર્ણય
અશ્વિન અને જાડેજાના સવાલ પર રોહિતે કહ્યું- ‘તેમને બહાર રાખવા ખૂબ મુશ્કેલ છે. આ બંને વધુ સારા ખેલાડી છે અને આશા છે કે સિરીઝની આગામી મેચમાં તેઓ મોટી ભૂમિકા ભજવશે.’ આવતીકાલથી એડિલેડ ટેસ્ટ
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી મેચ આવતીકાલથી એડિલેડમાં રમાવાની છે. આ સિરીઝની આ એકમાત્ર ડે-નાઈટ ટેસ્ટ છે. છેલ્લા પ્રવાસમાં ભારતીય ટીમ એડિલેડમાં જ 36 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments