આજે એટલે કે 5 ડિસેમ્બરે સેન્સેક્સ 150 પોઈન્ટથી વધુની તેજી સાથે 81,120ની સપાટીએ કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી પણ 40 પોઈન્ટ ઉછળીને 24,510ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 20માં તેજી છે અને 10માં ઘટાડો છે. નિફ્ટીના 50 શેરોમાંથી 28માં તેજી છે અને 22માં ઘટાડો છે. NSE સેક્ટરમાં ઘટાડા સાથે મીડિયા, ફાર્મા અને મેટલ કારોબાર કરી રહ્યા છે. બાકીનામાં સામાન્ય વધારો છે. વિદેશી રોકાણકારોએ ₹1,797.60 કરોડના શેર ખરીદ્યા
ગઈકાલે બજારમાં તેજી જોવા મળી હતી આ પહેલા ગઈકાલે એટલે કે 4 ડિસેમ્બરે સેન્સેક્સ 110 પોઈન્ટના વધારા સાથે 80,956 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 10 પોઈન્ટ વધીને 24,467ના સ્તરે બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 15 ઘટ્યા હતા અને 15માં તેજી રહી હતી. નિફ્ટીના 50 શેરોમાંથી 30માં ઘટાડો અને 20માં ઉછાળો હતો. NSE સેક્ટરલ ઇન્ડેક્સમાં PSU બેન્કિંગ અને રિયલ્ટી 2% કરતા વધુ વધ્યા હતા. HDFC લાઇફ નિફ્ટીમાં 2.59%ના વધારા સાથે ટોપ ગેઇનર હતો. એરટેલ 2.33%ના ઘટાડા સાથે ટોપ લૂઝર હતો.