back to top
Homeમનોરંજનએશ-અભિષેકના છૂટાછેડાની અફવાઓ પર પૂર્ણ વિરામ!:લાંબા સમય બાદ પાર્ટીમાં મજા કરતાં દેખાયા,...

એશ-અભિષેકના છૂટાછેડાની અફવાઓ પર પૂર્ણ વિરામ!:લાંબા સમય બાદ પાર્ટીમાં મજા કરતાં દેખાયા, પત્ની અને સાસુ મા સાથેની સેલ્ફી વાઈરલ

બચ્ચન પરિવારના સંબંધો અવારનવાર વિવાદોમાં રહે છે. ઘણા વર્ષોથી ઐશ્વર્યા રાય-અભિષેક બચ્ચનના છૂટાછેડાની અફવાઓ ચાલી રહે છે. આ કપલ ઘણા સમયથી સાથે જોવા મળ્યું નથી અને ન તો એકબીજા વિશે કોઈ નિવેદન આપી રહ્યા છે. એવામાં એશ-અભિષેકે તમામ અફવાઓ પર પૂર્ણ વિરામ મૂક્યું છે. એશ-અભિષેકના છૂટાછેડા માત્ર અફવા!
લાંબા સમય બાદ ઐશ્વર્યા તેના પતિ અભિષેક સાથે જોવા મળી રહી છે. આ પહેલા તે માત્ર તેની પુત્રી આરાધ્યા સાથે જોવા મળતી હતી. અગાઉ અભિષેક આરાધ્યાના જન્મદિવસ પર હાજર ન હોવાના સમાચાર હતા, પરંતુ બાદમાં પાર્ટીનો એક વીડિયો સામે આવ્યો જેણે ચાહકોને સાબિતી આપી કે અભિષેક પણ દીકરીના જન્મદિવસની પાર્ટીમાં હાજર હતો. ઐશ્વર્યા-અભિષેક પાર્ટીમાં સાથે મજા કરતાં દેખાયા
ફેમસ ફિલ્મ પ્રોડ્યુસર અનુ રંજને સોશિયલ મીડિયા હેન્ડલ પર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને તેની માતા વૃંદા રાય (બ્રિન્દ્યા રાય) જોવા મળે છે. આ સેલ્ફી હાલ ખૂબ જ વાઈરલ થઈ રહી છે. ગઈકાલે જુહ વિસ્તારની ‘સન એન સેન્ડ’ હોટેલમાં એક લગ્નના રિસેપ્શન બંનેએ હાજરી આપી હતી. કપલના લુકની વાત કરીએ તો બંને બ્લેક કલરના આઉટફિટમાં જોવા મળે છે અને કેમેરા તરફ સ્માઈલ આપી રહ્યા છે. આ પાર્ટીમાં ઐશ્વર્યા-અભિષેક ઉપરાંત સચિન તેંડુલકર, તુષાર કપૂરે પણ હાજરી આપી હતી. છૂટાછેડાના સમાચાર વચ્ચે અમિતાભે પોસ્ટ કરી હતી
ઐશ્વર્યાએ 20 નવેમ્બરે દીકરી આરાધ્યાના 13માં જન્મદિવસની ઉજવણીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેના એક દિવસ પછી, અમિતાભ બચ્ચને તેમના બ્લોગમાં તેમના પરિવાર અને અંગત મુદ્દાઓ શેર કર્યા. તેમણે લખ્યું હતું કે, ‘હું પરિવાર વિશે બોલવાનું ટાળું છું, પરંતુ કેટલાક લોકો પોતાના ફાયદા માટે આ મુદ્દાઓનો ઉપયોગ કરે છે.’ અમિતાભે પોસ્ટમાં તેમના પુત્ર અને પુત્રવધૂનો ઉલ્લેખ કર્યો નથી, પરંતુ તેમની પોસ્ટને છૂટાછેડાના મુદ્દા સાથે જોડવામાં આવી રહી છે. થોડા દિવસો પહેલા અભિષેકે ઐશ્વર્યાના વખાણ કર્યા હતા થોડા દિવસો પહેલા છૂટાછેડાના સમાચાર વચ્ચે અભિષેક બચ્ચને પણ ઐશ્વર્યા રાયના વખાણ કર્યા હતા. ‘ધ હિન્દુ’ સાથેની વાતચીતમાં એક્ટ્રેસના પતિ અભિષેક બચ્ચને તેની પુત્રી આરાધ્યાને ઉછેરવા બદલ તેમનો આભાર માન્યો હતો. અભિષેકે કહ્યું, હું નસીબદાર છું કે મને બહાર જઈને ફિલ્મો કરવાનો મોકો મળ્યો કારણ કે હું જાણું છું કે ઐશ્વર્યા આરાધ્યા સાથે ઘરે છે અને તે માટે હું તેનો ખૂબ ખૂબ આભાર માનું છું. છૂટાછેડાના સમાચારે કેવી રીતે વેગ પકડ્યો?
જુલાઈમાં, અભિષેક બચ્ચને તેના પરિવાર સાથે અનંત-રાધિકાના લગ્નમાં હાજરી આપી હતી. રેડ કાર્પેટ પર અભિષેકનો આખો પરિવાર હાજર હતો, જોકે તે સમયે ઐશ્વર્યા અને પુત્રી આરાધ્યા તેની સાથે ન હતી. અભિષેકના આગમનના થોડા સમય બાદ ઐશ્વર્યા તેની પુત્રી સાથે રેડ કાર્પેટ પર પહોંચી અને પાપારાઝી માટે પોઝ આપ્યો. બંનેએ લગ્નમાં અલગ-અલગ એન્ટ્રી લીધી હતી અને આખા લગ્ન દરમિયાન તેઓ સાથે જોવા મળ્યા ન હતા. આ પછી ઐશ્વર્યા રાય પણ દીકરી સાથે વેકેશન પર ગઈ હતી, ત્યારે પણ અભિષેક તેની સાથે હાજર નહોતો. ત્યારથી તેમના છૂટાછેડાની અફવાઓ સામે આવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments