ગુરુવારે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની ફાઈનલમાં, ડી ગુકેશ અને ચીનના ડીંગ લિરેન વચ્ચેની મેચ કિંગ Vs કિંગ પર ડ્રોમાં સમાપ્ત થઈ. આ 9મા રાઉન્ડની મેચ હતી. ગુરુવારે રાત્રે રમાયેલી મેચમાં બંને ખેલાડીઓ 54 ચાલ બાદ ડ્રો પર સહમત થયા હતા. 32 વર્ષીય ચાઈનીઝ ગ્રાન્ડ માસ્ટર લિરેન પ્રથમ મેચ જીત્યો હતો જ્યારે 18 વર્ષીય ભારતીય ગ્રાન્ડ માસ્ટર ગુકેશ ત્રીજી મેચ જીત્યો હતો. બીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી અને આઠમી ગેમ ડ્રો રહી હતી. આ સતત છઠ્ઠી અને મેચની સાતમી એકંદર રમત છે, જેમાં બંને ખેલાડીઓએ પોઈન્ટ શેર કર્યા હતા. આ ડ્રો બાદ બંને ખેલાડીઓના સમાન 4.5 પોઈન્ટ છે. જે ચેમ્પિયનશિપ જીતવા માટે જરૂરી 7.5 પોઈન્ટ કરતા ત્રણ પોઈન્ટ ઓછા છે. શુક્રવારે બ્રેક દિવસ છે ત્યારબાદ બંને ખેલાડીઓ શનિવારે ફરી સ્પર્ધા શરૂ કરશે. 25 લાખ ડોલરની ઈનામી રકમવાળી ચેમ્પિયનશિપમાં હવે માત્ર 5 મેચ જ બાકી છે. જો 14 રાઉન્ડ પછી સ્કોર ટાઈ રહે છે, તો વિજેતા નક્કી કરવા માટે ‘ફાસ્ટર ટાઈમ કંટ્રોલ’ હેઠળ મેચ થશે. કિંગ Vs કિંગ ડ્રો શું છે?
જ્યારે ચેસ મેચ દરમિયાન ચેસ બોર્ડ પર ફક્ત બંને ખેલાડીઓના કિંગ જ રહે છે, ત્યારે તેને કિંગ Vs કિંગ ડ્રો કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં કોઈ એક ખેલાડી માટે જીતવાની કોઈ શક્યતા નથી. ગુકેશે કૈટાલાન ઓપનિંગ કરી, લિરેન સમયના દબાણ હેઠળ જોવા મળ્યો
ગુકેશ વ્હાઇટ પીસ સાથે કૈટાલાન ઓપનિંગ રમ્યો હતો. અહીં પણ લિરેને ઓપનિંગનો સામનો કરવામાં ઘણો સમય લીધો હતો. ગુકેશે પ્રથમ 14 મૂવમાં 15 મિનિટ લીધી હતી. જ્યારે લિરેનને 50 મિનિટ લાગી હતી. મધ્ય રમતમાં, ગુકેશને 20મી ચાલમાં લિરેન પર દબાણ બનાવવાની તક મળી, પરંતુ લિરેને ગુકેશને ઉત્તમ મૂવ્સનો ફાયદો ઉઠાવવા દીધો નહીં. એક સમયે લિરેન 30 મિનિટથી પાછળ હતો, પરંતુ સમયના દબાણ છતાં, તેણે યોગ્ય ચાલ કરી અને મેચને બરાબરી પર લાવી દીધી. આ દરમિયાન ગુકેશે તેના વધારાના સમયનો સદુપયોગ કર્યો. 23મી ચાલમાં તે સમયની દ્રષ્ટિએ લિરેનથી પાછળ રહી ગયો. 24મી ચાલ પછી નક્કી થયું કે રમત ડ્રો રહેશે અને અંતે એવું જ થયું. ગુકેશ અંતે પાછળ રહેવા લાગ્યો
41મી ચાલ પછી લીરેનને ફાયદો મળ્યો અને ડી ગુકેશ પાછળ રહેવા લાગ્યો. ટૂંકા વિરામ પછી, 54મી ચાલ પર ચેસ બોર્ડ કિંગ Vs કિંગ બની ગયું અને બંને ખેલાડીઓ ડ્રો માટે સંમત થયા.