back to top
Homeગુજરાતડુમસ દરિયાકિનારે ગુજરાતનું પ્રથમ 'નગરવન':સુરતવાસીઓને દરિયાકિનારે મળશે 20 હજાર વૃક્ષો વચ્ચે ફરવાનો...

ડુમસ દરિયાકિનારે ગુજરાતનું પ્રથમ ‘નગરવન’:સુરતવાસીઓને દરિયાકિનારે મળશે 20 હજાર વૃક્ષો વચ્ચે ફરવાનો આનંદ; અમેરિકા-આફ્રિકાનાં પક્ષીઓનો કલબલાટ આપશે મનની શાંતિ

સુરતના ડુમસ દરિયા કિનારે ગુજરાતમાં પહેલીવાર વન વિભાગ દ્વારા ‘નગરવન’ ઊભું કરવામાં આવ્યું છે. નગરવન યોજના અંતર્ગત ચાર હેક્ટર વિસ્તાર ફેલાયેલા આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ઈકો ટુરિઝમને પ્રોત્સાહન આપવો અને સ્થાનિક આદિવાસી સમુદાયને રોજગારના વધુ મોકા ઉપલબ્ધ કરાવવાનો છે. ડુમસનું આ નગરવન, બે મહિનાના પછી પ્રજા માટે ખુલ્લું મુકાશે, સુરતવાસીઓને કુદરત સાથે જોડાવા માટે એક અનોખી તક પ્રદાન કરશે. દુનિયામાં ઝડપથી વિકસતા સુરત શહેરના લોકો હવે દરિયા કિનારે મિયાવાકી ફોરેસ્ટનો આનંદ લઈ શકશે. 4 એકર વિસ્તારમાં ફેલાયેલા આ નગરવનમાં જઈને લોકો ભૂલી જશે કે તેઓ કોઈ ભારે ભીડવાળા શહેરમાં રહે છે. માત્ર એટલું જ નહીં, આ નગરવનમાં વિદેશી એક્ઝોટિક પક્ષીઓ પણ જોવા મળશે. દરિયા કિનારે ચારેય તરફ હરિયાળીથી ઘેરાયેલું આ નગર વન રૂ. 1.5 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. એક્ઝોટિક પક્ષીઓ પણ અહીં જોવા મળશે
DCF આનંદ કુમારે જણાવ્યું હતું કે, ડુમસ સી ફેઝ પ્રોજેક્ટ અંતર્ગત વન વિભાગ દ્વારા પહેલીવાર ગુજરાતમાં દરિયાકાંઠા નજીક નગરવન બનાવવામાં આવી રહ્યું છે. તેમાં મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. મરીન લાઈફને પ્રોત્સાહન આપવા માટે અહીં એક્વેરિયમ પણ બનાવવામાં આવ્યું છે. લોકલ હેન્ડીક્રાફ્ટ બજાર, વન શ્રી રેસ્ટોરન્ટ સહિતની સુવિધાઓ પણ અહીં ઉપલબ્ધ હશે. લોકો વન પર્યાવરણના નજીક આવે તે પ્રોજેક્ટનો મુખ્ય હેતુ છે. સાઉથ અમેરિકા અને આફ્રિકાના એક્ઝોટિક બર્ડ્સ અહીં જોવા મળશે અને લોકો તેમની સાથે રમવાની મજા પણ માણી શકશે. મકાઉ સહિતના વિવિધ પ્રકારના એક્ઝોટિક પક્ષીઓ પણ અહીં જોવા મળશે. સમગ્ર વિસ્તાર 20,000 વૃક્ષોથી સમૃદ્ધ છે
વધુમાં જણાવ્યું કે, ડુમસ દરિયા કિનારે ચોપાટી નજીક નિર્માણ પામેલા આ નગરવનને કુદરતી સૌંદર્ય અને શાંતિ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. સમગ્ર વિસ્તાર 20,000 વૃક્ષોથી સમૃદ્ધ છે, જેમાં લોકોએ જંગલમાં ફરવાનો અનુભવ મેળવવાનો અનોખો મોકો મળશે. અહીં એક ‘એક્ઝોટિક બર્ડ પાર્ક’ અને એક્વેરિયમ પણ ઉભું કરાયું છે, જે કુદરત પ્રેમીઓને ખાસ આકર્ષશે. આદિવાસી સંસ્કૃતિ સાથે સંપર્ક
નગરવનમાં એક રૂરલ મોલ પણ ઉભો કરાયો છે, જેમાં આદિવાસી સમુદાય દ્વારા બનાવવામાં આવેલી હસ્તકલાની વસ્તુઓ, વાંસના ઉત્પાદનો અને મધની વિવિધતાનું વેચાણ થશે. આદિવાસી ભોજનના રસિયાઓ માટે ‘વન શ્રી રેસ્ટોરન્ટ’ પણ શરૂ કરાયું છે, જ્યાં બધા આદિવાસી ભોજન ઉપલબ્ધ રહેશે. રસપ્રદ વાત એ છે કે આ રેસ્ટોરન્ટમાં કામ કરનારી મહિલાઓ આદિવાસી સમુદાયમાંથી હશે, જે તેમને આર્થિક મજબૂતાઈ આપશે. ઇકો ફ્રેન્ડલી વિસ્તાર
આ નગરવનને સંપૂર્ણ પ્લાસ્ટિક મુક્ત વિસ્તાર તરીકે વિકસાવવામાં આવ્યું છે. અહીં કોઈપણ જાતનું પ્લાસ્ટિક વાપરી શકે નહીં. લોકોમાં આ વિસ્તારનું મહત્ત્વ વધે અને તેની જાળવણી જાતે કરે તે માટે નગરવનમાં એન્ટ્રી ફી પણ રાખવામાં આવી છે. આધુનિક આકર્ષણો
આ નગરવનમાં પરિવાર માટે પિકનિક સ્થળ ઉપરાંત યુવાનો માટે હેંગઆઉટ પ્લેસ તરીકે પણ આકર્ષક બની રહ્યું છે. આકર્ષણોમાં ચોપાટી જેવી મજા સાથે નેચરલ હટ્સ અને વોકવે પણ સામેલ છે, જે લોકોની ભ્રમણાશક્તિને પ્રોત્સાહન આપશે. મિયાવાકી ફોરેસ્ટ
મિયાવાકી પદ્ધતિ જાપાનના વિજ્ઞાનીઓએ વિકસાવી હતી, જે એક નાની જગ્યા પર પણ ઘન, જંગલ જેવી પદ્ધતિથી વૃક્ષો ઉગાડવા પર આધારિત છે. આ પદ્ધતિમાં વિવિધ જાતના સ્થાનિક છોડ અને વૃક્ષોનું સંગમ એકસાથે કરાય છે, જે નાનકડી જગ્યામાં પણ ઘન જંગલ જેવી માહોલ તૈયાર કરે છે. આ પદ્ધતિ આ નગરવનમાં જોવા મળશે. નગરવનમાં મળતી સુવિધાઓ
બર્ડ પાર્ક: એક્ઝોટિક પક્ષીઓના જુદા-જુદા પ્રકારો જોવા મળતા આ પાર્ક નેચર લવર્સ માટે ખાસ આકર્ષણ છે.
એક્વેરિયમ: દરિયાઈ જીવનની સુંદર જાળોકી પ્રદાન કરતું આ એક્વેરીયમ બાળકો અને પરિવાર માટે રોમાંચક સ્થળ છે.
પાથવે: શાંતિપ્રિય વોકિંગ અને નેચરલ સાઉન્ડ્સના આનંદ માટે સુંદર રીતે ડિઝાઇન કરાયેલા પાથવે.
એડમીન બિલ્ડીંગ: મુલાકાતીઓની સુવિધા માટે જરૂરી વ્યવસ્થાઓ અને માર્ગદર્શન માટે અનુકૂળ જગ્યા.
ગઝીબો: આરામ માટે સર્જાયેલા આ ગઝીબોઝ કુદરતની મજા માણવાની વિશિષ્ટ જગ્યા છે.
વનશ્રી રેસ્ટોરન્ટ: અહીં આદિવાસી ભોજનનો લ્હાવો મળશે, જે સ્થાનિક રસોઈની મજા લાવશે.
બામ્બુ ક્રાફ્ટ શોપ: આદિવાસી હસ્તકલા અને બાંસના હસ્તશિલ્પના અનોખા ઉત્પાદનો ખરીદવા માટેનો મોલ.
મીયાવાકી ફોરેસ્ટ: ઘન પદ્ધતિથી ઊભા કરાયેલા લઘુ જંગલમાં કુદરતી અનુભવ મેળવો. વાવેલા રોપા અર્જુન સાદર, આંબળા, દેશી આંબો, શરૂ, પીપર, નાળીયેરી, ખજૂરી, જાંબુ, કરજ, બંગાળી બાવળ, લીમડો, કંચનાર, કાયજેલીયા, સેતુર, બોરસલી, ચારોળી
કાજુ, સીસમ, ગોલ્ડન વાંસ, બદામ, ગરમાળો, અરડૂસી પુત્ર જીવા, કિલાઈ, સેવન, કરમદા, ડ્રેગન ખાટી, આંબલી, હેદ કલમ, લીંબુ, સેવન કરમદા, ખાખરો, સરગવો, બહેડા, જામફળ, આશીતરો, સીતાફળ, ગુંડા, અશ્વગંધા, સાગ, શંખપુષ્પી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments