back to top
Homeભારતબેંગલુરુમાં યુવકે લિંગાયત સંતની પ્રતિમા તોડી:કહ્યું- ઈસુ સ્વપ્નમાં આવ્યા અને આ કરવાનું...

બેંગલુરુમાં યુવકે લિંગાયત સંતની પ્રતિમા તોડી:કહ્યું- ઈસુ સ્વપ્નમાં આવ્યા અને આ કરવાનું કહ્યું; CCTV દ્વારા ઓળખ, યુવકની ધરપકડ

પાર્સલ ડિલિવરી કરનાર યુવકે બેંગલુરુમાં લિંગાયત સંત શિવકુમાર સ્વામીની પ્રતિમાની તોડફોડ કરી હતી. તેણે મૂર્તિના માથા પર એક મોટું કાણું પાડ્યું. મૂર્તિ તોડનાર 37 વર્ષીય શ્રી કૃષ્ણએ કહ્યું કે તેમના સપનામાં ઈસુ ખ્રિસ્ત આવ્યા હતા અને તેમને મૂર્તિ તોડવાનું કહ્યું હતું. જ્યારે વિસ્તારના લોકોને પ્રતિમા તોડવાની જાણ થઈ તો તેઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરી તેની ધરપકડ કરી હતી. યુવક પાર્સલ પહોંચાડવા ગયો હતો
મૂર્તિ તોડનાર યુવક 30 નવેમ્બરે બપોરે 1:30 વાગ્યે પાર્સલની ડિલિવરી કરવા વીરભદ્ર નગર પહોંચ્યો હતો. અહીં તેણે હથોડી વડે શિવકુમાર સ્વામીની મૂર્તિ તોડી નાખી. અવાજ સાંભળીને આસપાસના રેસ્ટોરન્ટના લોકો બહાર આવ્યા. લોકોએ આરોપીને પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે નાસી છૂટ્યો. જે બાદ પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. આરોપીની માનસિક તપાસ કરાવી
આરોપીને કસ્ટડીમાં લીધા બાદ પોલીસે તેની માનસિક તપાસ કરાવી હતી. તેનો રિપોર્ટ આવવાનો બાકી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. પોલીસને શંકા છે કે તે માનસિક રીતે અસ્થિર હોવાથી તેણે મૂર્તિ તોડી હતી. આમાં બીજો કોઈ છુપો હેતુ નથી. બેંગલુરુના મુખ્ય પાદરીએ આરોપીના ખુલાસાને પાયાવિહોણો ગણાવ્યો
બેંગલુરુના મુખ્ય પાદરી ડૉ.પીટરે ઈશુના ઈશારે મૂર્તિ તોડવાના આરોપીના નિવેદનને પાયાવિહોણું ગણાવ્યું છે. તેમણે લોકોને કહ્યું કે, આવી કોઈપણ વાતોનો હેતુ માત્ર કોમી તણાવ ઉભો કરવાનો છે. કોણ છે શિવકુમાર સ્વામી?
શિવકુમાર સ્વામીને લિંગાયત સંતોમાં ખૂબ જ આદરણીય માનવામાં આવે છે. તેમને ‘વોકિંગ ગોડ’ પણ કહેવામાં આવતા હતા. તેમનું 2019માં 111 વર્ષની વયે અવસાન થયું હતું. આ પહેલા તેઓ 8 વર્ષ સુધી સિદ્ધગંગા મઠના વડા હતા. આ મઠની ગણતરી લિંગાયત સમુદાયના સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળોમાં થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments