2023માં બ્રિટનમાં બાળકો માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાતું નામ ‘મુહમ્મદ’ હતું. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS) અનુસાર, ગયા વર્ષે ‘મુહમ્મદ’ નામથી 4,661 બાળકો નોંધાયા હતા. જે 2023ની સરખામણીમાં 484 વધુ છે. ડેઈલી મેઈલ અનુસાર, આ પહેલીવાર છે જ્યારે કોઈ ઈસાઈ દેશમાં કોઈ મુસ્લિમ નામ ટોચ પર છે. 2016થી, ‘મુહમ્મદ’ છોકરાઓના ટોપ-10 સૌથી વધુ ઉપયોગમાં લેવાતા નામોમાં સામેલ છે. પરંતુ પ્રથમ વખત આ નામ ટોચ પર આવ્યું છે. આ પહેલા બ્રિટનમાં ‘નૂંહ’ સૌથી સામાન્ય નામ હતું. મુસ્લિમો અને ખ્રિસ્તીઓ બંને નૂંહને તેમના પયગંબર માને છે. તે જ સમયે, છોકરીઓના ટોપ 3 નામોમાં ઓલિવિયા, એમિલિયા અને ઇસ્લાનો સમાવેશ થાય છે. આ ત્રણેય છેલ્લા 3 વર્ષથી ટોપ-3 નામોમાં છે. ઓલિવિયા નામ 2016થી ટોચ પર રહ્યું છે. ઇસ્લામના છેલ્લા પયગંબરનું નામ મુહમ્મદ મુહમ્મદ ઇસ્લામના છેલ્લા પયગંબરનું નામ છે. અંગ્રેજીમાં મુહમ્મદને અન્ય બે રીતે પણ લખવામાં આવે છે- Mohammed (28) અને Mohammad(68), આ બંને નામ પણ ટોપ-100માં સામેલ છે. મુહમ્મદ નામ ઇસ્લામના ‘હમદ’ શબ્દ પરથી ઉતરી આવ્યું છે. તેનો અર્થ છે ‘વખાણ કરવા’. ‘મુહમ્મદ’ નામ 2016થી ટોપ 10માં અને 1997થી ટોપ 100માં છે. આ નામ સૌપ્રથમ 1924માં બ્રિટનના ટોચના 100 છોકરાઓના નામોમાં 91મા ક્રમે આવ્યું હતું. બ્રિટનમાં મુહમ્મદ નામ વધુને વધુ લોકપ્રિય થઈ રહ્યું છે, કારણ કે ત્યાં મુસ્લિમ સમુદાયની વસતિ સતત વધી રહી છે. 2001માં બ્રિટનમાં 15 લાખ મુસ્લિમ હતા, જે 2011માં વધીને 27 લાખ અને 2021માં 39 લાખ થઈ ગયા. શાહી નામોની લોકપ્રિયતામાં ઘટાડો થયો, હોલીવુડનો હજુ પણ પ્રભાવ
નામ પાછળ ‘હોલીવુડ’નો મોટો પ્રભાવ રહ્યો છે. બાર્બી અને ઓપેનહાઇમર જેવી ફિલ્મોને કારણે ‘સીલિયન’ અને ‘માર્ગોટ’ જેવા ઘણા નામો ખૂબ લોકપ્રિય થયા છે. સર્વેમાં એ પણ બહાર આવ્યું છે કે રિયાલિટી ટીવી કાર્દાશિયન-જેનર પરિવારના નામ – રેઈન, સેન્ટ, સ્ટોર્મી – હવે પરંપરાગત શાહી નામો કરતાં વધુ લોકપ્રિય થઈ રહ્યા છે. જ્યોર્જ, આર્ચી, હેરી, ચાર્લોટ, એલિઝાબેથ અને ચાર્લ્સ જેવા રોયલ નામો ઓછા સામાન્ય બની રહ્યા છે.