શહેરમાં વાહનોની સંખ્યામાં પણ વધારો થતો હોવાથી ટ્રાફિકની સમસ્યા વકરતી જાય છે. શહેરમાં પાર્કિંગની સમસ્યા એ સૌથી જટીલ વિષય બની ગયો છે. ત્યારે પૂર્વ વિસ્તારમાં સત્તાવાર 42 જેટલા પાર્કિંગ પ્લોટ બનાવ્યા હોવાનો મ્યુનિ.તંત્ર દાવો કરે છે. પરંતુ આ પ્લોટોની પરિસ્થિતિ અંગે ભાસ્કરે ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો ત્યારે ચિત્ર સાવ જુદુ જ જોવા મળ્યું છે. નારોલથી નરોડા સહિતના વિવિધ વિસ્તારમાં આવેલા 15 જેટલા પાર્કિંગ પ્લોટમાં ગ્રાઉન્ડ રિપોર્ટમાં કાંકરિયા કિડ્સ સિટી પાસેનો પ્લોટ, સીટીએમ અને નહેરૂબ્રિજના છેડે મળીને કુલ 3 પાર્કિંગ પ્લોટ યોગ્ય રીતે સંચાલિત થતા હતા. જ્યારે 12 પાર્કિંગ પ્લોટમાં કોઈને કોઈ સમસ્યાના લીધે પાર્કિંગ ઓછું થાય છે કે થતું જ નથી. 3 પ્લોટ સાવ બંધ હાલતમાં અને 3 પ્લોટ તો સાવ ખાલીખમ દેખાયા હતા. જ્યારે બે પ્લોટમાં તો હેતુ જ ફેર કરીને સ્ટોલ લગાવવા કે ખાનગી કંપનીને વાહનો મુકવા માટે ભાડે આપી દેવાયા હતા. જો કે, બાકીના 4 પાર્કિંગ પ્લોટમાં માંડ 10 થી 20 ટકા જેટલું પાર્કિંગ થયેલું જોવા મળ્યું હતુ. લોકેશન, સલામતી સહિતનાં કારણોસર પાર્કિંગ પ્લોટ ખાલી સામાન્ય રીતે ઘણીવાર પાર્કિંગ પ્લોટનું લોકેશન અયોગ્ય હોય, કોમર્શિયલ વિસ્તારની જગ્યાએ રહેણાંક વિસ્તારમાં હોય છે. તેમજ બજારથી દુર હોય, પાર્કિંગ સ્થળનું ગ્રાઉન્ડ લેવલ સરખુ ના હોય કે વાહનની સલામતી ના હોય આ બધા કારણોસર મોટા ભાગે પાર્કિગ પ્લોટ ખાલી રહેતા હોય છે. એટલે પાર્કિગ પ્લોટ બનાવતી વેળા તંત્રે આ મુદ્દાઓનું ધ્યાન રાખવું જોઈએ. > અમિત ખત્રી, ટ્રાફિક એક્સપર્ટ
પાર્કિંગ પ્લોટ 2-4 વ્હીલરની હાલની સ્થિતિ કુલ કેપેસિટિ • અર્પણ સ્કુલ નજીક,વસ્ત્રાલ 840 80 ટકા ખાલી • માધવ સ્કૂલ નજીક,વસ્ત્રાલ 328 પાર્કિંગ ખાલીખમ • ગોવિંદવાડી,ઈસનપુર 450 90 ટકા ખાલી • હાટકેશ્વર AMts સ્ટેન્ડ નજીક 436 90 ટકા ખાલી • મુખની વાડી નજીક,ઈસનપુર 267 બંધ • ડાયમંડ પાર્ક નજીક ચિલોડા રોડ 206 ખાલીખમ • સ્વસ્તિક કોમ્પલેક્ષ નજીક નારોલ 138 બંધ • નારોલ ટર્નિંગ પાસે 540 બંધ-કાટમાળના ઢગલા • RAF કેમ્પ સામે, વસ્ત્રાલ 541 પાર્કિંગ પ્લોટ ખાનગી કંપનીને ભાડે અપાયો • ગંગોત્રી સર્કલ નજીક, નિકોલ 484 સ્ટોલ માટે ભાડે અપાયો • કાંકરિયા 300થી વધુ ખાલીખમ • હીરાભાઈ ટાવર, મણિનગર 200થી વધુ કાટમાળના લીધે 10 ટકા જ પાર્કિંગ