રાજકોટ મહાનગરપાલિકાના 34માં કમિશનર તરીકે મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વતની તુષાર સુમેરા આગામી સોમવારને 9 ડિસેમ્બરના રોજ ચાર્જ સંભાળશે. નવનિયુક્ત કમિશનર તુષાર સુમેરા એક સારા અધિકારી તરીકેની છાપ ધરાવી રહ્યા છે, પરંતુ રાજકોટમાં તેમની સામે અનેક પડકારો હોવાનું સામે આવ્યું છે. જેમાં મુખ્યત્વે TRP ગેમ ઝોન અગ્નિકાંડ પછી મનપામાં અધિકારીઓ-કર્મચારીઓ કામ કરવા તૈયાર ન હોવાનો ગણવણાટ અને તેમાં પણ 15 જેટલા તો રાજીનામાં આવી ચૂક્યા છે. ઉપરાંત મહત્વની શાખાઓમાં ઇન્ચાર્જ અધિકારીઓથી થતી કામગીરી તેમજ છેલ્લા 6 મહિનાથી અટકી પડેલી બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલ બીયુ પરમિશન, પ્લાન કંપ્લીશન, ફાયર NOC સહિત અનેક પ્રશ્નોની હારમાળા છે. ત્યારે હવે 34માં કમિશનર તરીકે ચાર્જ સાંભળ્યા બાદ તુષાર સુમેરા આ તમામ પડકારોને સુપેરે પાર પાડશે કે પછી તેઓ પણ અગાઉના કમિશનર માફક કંટાળીને આ જગ્યા છોડવા માટે ટૂંકા ગાળામાં રજૂઆત કરશે તે જોવું મહત્વનું રહેશે. નવા મ્યુનિ. કમિશનર સામે અનેક પડકારો
રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ પછી રાજકોટ મહાનગરપાલિકામાં કોઈ કામ સરળતાથી થઇ શકતા નથી. અધિકારી અને કર્મચારીઓમાં એક ફફડાટ જોવા મળી રહ્યો છે. તેવામાં છ મહિનાની અંદર તત્કાલીન કમિશનર દેવાંગ દેસાઈ લાંબી રજા પર ઉતરી ગયા બાદ અચાનક તેઓની બદલી આવતા મનપા કચેરીમાં તરહ-તરહનો ચર્ચાઓ ચાલી રહી છે. આ બધા વચ્ચે હવે આગામી સોમવારને તારીખ 9 ડિસેમ્બરના રોજ મનપાના નવા કમિશનર તરીકે તુષાર સુમેરા ચાર્જ સંભાળનાર છે. ત્યારે તેમની સામે અનેક પડકારો હોવાનું સામે આવ્યું છે અને આ તમામ પડકારો સામે સરળતાથી કામ કરી રાજકોટની બગડેલી છાપ ફરી સુધારવી એ તેમના માટે પડકાર રૂપ બની રહેશે. રાજકોટના નવા કમિશનર સામેના મુખ્ય 10 પડકારો
(1) અધિકારી કર્મચારીઓની ખાલી પડેલી જગ્યા
(2) મહત્વની શાખામાં ઇન્ચાર્જ અધિકારીઓથી ચાલતી કામગીરી
(3) બીયુપી, બિલ્ડિંગ પ્લાન પાસ, ફાયર NOCમાં થતો વિલંબ
(4) સ્ટાફની અરસપરસ કરાયેલ બદલીના કારણે નિયમોનું યોગ્ય માર્ગદર્શન
(5) ટ્રાફિક સમસ્યા માટે દબાણો દૂર કરાવવા
(6) પેન્ડિંગ ટીપી સ્કીમ પૂર્ણ કરાવવી
(7) ભ્રષ્ટાચારના થયેલા આક્ષેપો સામે પારદર્શક વહીવટ કરવો
(8) બજેટમાં મુકવામાં આવેલા કામો આગળ વધારવા
(9) નવા ભળેલા વિસ્તારોમાં પાયાની સુવિધા પુરી પાડવી
(10) મિલ્કત સિલિંગ અંગે થતી કામગીરી રાજકોટના 34 મ્યુનિસિપલ કમિશનર