એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ માલેગાંવમાં બેંક ખાતાના દુરુપયોગને લગતા એક મોટા કૌભાંડમાં અમદાવાદ અને મુંબઈમાં 7 સ્થળોએ દરોડા પાડીને 13.5 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી છે. આ મામલો નાસિક મર્ચન્ટ કો-ઓપરેટિવ બેંક (NAMCO) અને બેંક ઓફ મહારાષ્ટ્રના નકલી ખાતા સાથે સંબંધિત છે. EDની તપાસમાં સામે આવ્યું છે કે NAMCO બેંકમાં 14 નવા ખાતા ખોલવામાં આવ્યા, જેમાં 100 કરોડ રૂપિયાથી વધુની રકમ જમા કરવામાં આવી હતી. બેંક ઓફ મહારાષ્ટ્રની નાસિક શાખામાં પણ આવા જ 5 ખાતા મળી આવ્યા હતા. સિરાજ અહેમદ મોહમ્મદ હારુન મેમણ અને તેના સહયોગીઓ પર નિર્દોષ વ્યક્તિઓના ઓળખ દસ્તાવેજોનો દુરુપયોગ કરીને આ ખાતા ખોલવાનો આરોપ છે. નવેમ્બરમાં 25 સ્થળોએ દરોડા પાડ્યા હતા
નવેમ્બરમાં, મુંબઈ, સુરત, અમદાવાદ અને નાસિકમાં 25 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા અને 5.2 કરોડની રોકડ અને મહત્વપૂર્ણ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. તાજેતરમાં અમદાવાદ અને મુંબઈમાં 7 સ્થળોએ દરોડા પાડીને 13.5 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવ્યા. વોટ જેહાદનો મામલો
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન વોટ જેહાદનો મુદ્દો જોરદાર રીતે ઉઠાવવામાં આવ્યો હતો, આ મુદ્દે ભાજપના નેતા કિરીટ સોમૈયાએ દાવો કર્યો હતો કે આ ફંડિંગ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોમાંથી કરવામાં આવ્યું હતું. કિરીટે આ મામલે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી, ‘મરાઠી મુસ્લિમ ફેડરેશન’ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. ભાજપના નેતા કિરીટ સોમૈયાએ આરોપ લગાવ્યો હતો કે નકલી એકાઉન્ટ દ્વારા માલેગાંવમાં “વોટ જેહાદ” માટે 125 કરોડ રૂપિયાનું ફંડિંગ કરવામાં આવ્યું હતું. બેંક ખાતાનો દુરુપયોગ કર્યો
EDની તપાસમાં સામે આવ્યું છે કે 21 નકલી ફર્મ અને એકાઉન્ટનો ઉપયોગ કરીને અલગ-અલગ જગ્યાએ પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ નકલી ખાતાઓ દ્વારા કરોડો રૂપિયાની રોકડ ઉપાડી લેવામાં આવી હતી. આ કેસમાં આ બે વ્યક્તિઓ નાગની અકરમ મોહમ્મદ શફી અને વસીમ વલીમોહમ્મદ ભેસનિયાની પીએમએલએ, 2002ની કલમ 19 હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ રૂ. 18.7 કરોડ (5.2 કરોડ + 13.5 કરોડ) રોકડ જપ્ત કરવામાં આવ્યા છે, ડિજિટલ પુરાવા અને દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે.