back to top
Homeભારતકેન્દ્ર સરકારે તમિલનાડુને 944 કરોડ રૂપિયાની મદદ કરી:સીએમ સ્ટાલિને ફેંગલ વાવાઝોડાથી નુકશાન...

કેન્દ્ર સરકારે તમિલનાડુને 944 કરોડ રૂપિયાની મદદ કરી:સીએમ સ્ટાલિને ફેંગલ વાવાઝોડાથી નુકશાન મામલે કેન્દ્ર પાસેથી 2,000 કરોડ રૂપિયાની માંગણી કરી હતી

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શુક્રવારે તમિલનાડુ સરકારને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (SDRF)માંથી રૂ. 944 કરોડની સહાય મંજૂર કરી છે. 30 નવેમ્બરના રોજ તમિલનાડુમાં ત્રાટકેલા ચક્રવાત ફેંગલથી રાજ્યને ભારે અસર થઈ હતી. કેન્દ્ર સરકારે તમિલનાડુ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં ફેંગલને કારણે થયેલી વિનાશની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય ટીમ પણ મોકલી હતી. ગૃહ મંત્રાલયે કહ્યું- IMCTના અહેવાલો મળ્યા પછી, રાષ્ટ્રીય આપત્તિ રાહત ફંડમાંથી આપત્તિ અસરગ્રસ્ત રાજ્યોને વધારાની નાણાકીય સહાય આપવામાં આવશે. તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિને 2 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડ (NDRF) માંથી રૂ. 2 હજાર કરોડની સહાયની માંગ કરી હતી. 28 રાજ્યોને કેન્દ્ર તરફથી 21718.716 કરોડ રૂપિયાની સહાય મળી છે કેન્દ્ર સરકારે 2024માં 28 રાજ્યોને 21718.716 કરોડ રૂપિયાની સહાય આપી છે, જેમાંથી 26 રાજ્યોને રાજ્ય આપત્તિ રાહત ફંડમાંથી 14878.40 કરોડ રૂપિયા અને 18 રાજ્યોને રાષ્ટ્રીય આપત્તિ રાહત ફંડમાંથી 4808.32 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, સ્ટેટ ડિઝાસ્ટર ફંડમાંથી 11 રાજ્યોને 1385.45 કરોડ રૂપિયા અને નેશનલ ડિઝાસ્ટર ફંડમાંથી 7 રાજ્યોને 646.546 કરોડ રૂપિયાની રકમ આપવામાં આવી છે. નાણાકીય સહાય ઉપરાંત, કેન્દ્ર સરકારે પૂર અને ચક્રવાતથી અસરગ્રસ્ત રાજ્યોમાં NDRF, આર્મી અને એરફોર્સ તહેનાત કરીને તમામ મદદ પણ પૂરી પાડી છે. સીએમ એમકે સ્ટાલિને કેન્દ્ર પાસેથી 2 હજાર કરોડ રૂપિયાની માંગણી કરી હતી તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિને 2 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડ (NDRF) માંથી રૂ. 2 હજાર કરોડની સહાયની માંગ કરી હતી. સ્ટાલિને કહ્યું હતું કે વિલુપુરમ, તિરુવન્નામલાઈ અને કલ્લાકુરિચી જેવા ઉત્તર તમિલનાડુના જિલ્લાઓમાં લગભગ 69 લાખ પરિવારો અને 1.5 કરોડ લોકો ફેંગલ વાવાઝોડાથી અસરગ્રસ્ત થયા છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારના પ્રારંભિક મૂલ્યાંકન દર્શાવે છે કે આ નુકસાનની ભરપાઈ કરવા માટે રૂ. 2,475 કરોડની જરૂર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments