back to top
Homeગુજરાતખાખી વર્દીમાં રિયલ હીરો:માઉથ ટુ માઉથ CPR આપી બેભાન થયેલા બાઈક ચાલક...

ખાખી વર્દીમાં રિયલ હીરો:માઉથ ટુ માઉથ CPR આપી બેભાન થયેલા બાઈક ચાલક માટે દેવદૂત બની સુરત પોલીસ, લાઈવ દૃશ્યો

બેભાન થયેલા બાઈકચાલક માટે સુરત પોલીસના ટ્રાફિક શાખામાં નોકરી કરતા કોન્સ્ટેબલ દેવદૂત સાબિત થયા. સુરતના ગોડાદરા વિસ્તારમાં અચાનક બેભાન થયેલા બાઈક ચાલકને જોઈને ટ્રાફિક વિભાગના કોન્સ્ટેબલ પરેશ કરસનભાઈએ સમયસર માઉથ ટુ માઉથ CPR આપી જીવ બચાવ્યો. બાઈકચાલકના જીવને ખતરો ઊભો થાત
ગોડાદરા વિસ્તારમાં બેભાન બાઈક ચાલકને બચાવવા માટે ટ્રાફિક શાખાના પોલીસકર્મીઓએ જે રીતે ઝડપભેર પગલાં લીધાં તેની પ્રશંસા આજે આખા સુરત શહેરમાં થઈ રહી છે. જો સમયસર ટ્રાફિક શાખાના કોન્સ્ટેબલ પરેશભાઈએ માઉથ ટુ માઉથ CPR ન આપી હોત તો બાઈકચાલકના જીવને ખતરો ઊભો થાત. જ્યારે કોન્સ્ટેબલ પરેશ કરસનભાઈ માઉથ ટુ માઉથ CPR આપી રહ્યા હતા ત્યારે બીજા એક પોલીસકર્મી સતત બેભાન ચાલકના હાથ ઘસતા રહ્યા. રસ્તાના વચ્ચે સુરત પોલીસના જવાનો બેભાન થયેલા બાઈક ચાલકને જીવ બચાવવા પ્રયત્નશીલ હતા. સુરતના ટ્રાફિક પોલીસ જવાનોની સહાયનીય કામગીરી
સુરતના ગોડાદરા ચાર રસ્તા પાસે અચાનક એક બાઇક સવાર બેભાન થઈ ગયો. બાઈક સવારને બેભાન થતા જોઈ, રિજીયન-1ના પોલીસ કર્મચારીઓ મદદ માટે તાત્કાલિક પહોંચી વળ્યા.ટ્રાફિક પોલીસના કોન્સ્ટેબલ પરેશભાઈ કરસનભાઈએ તરત જ બેભાન વ્યક્તિને માઉથ ટુ માઉથ CPR આપી અને તેનું જીવન બચાવ્યું. તેમણે બેભાન વ્યક્તિને પ્રાથમિક સારવાર આપ્યા પછી 108 એમ્બ્યુલન્સ બોલાવી, તે વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો. આ ઘટના દરમિયાન ટ્રાફિક પોલીસ એએસઆઇ મણિલાલ વસાવા, કોન્સ્ટેબલ પરેશભાઈ કરસનભાઈ માળી અને સાથે જ TRPના જવાનોએ પણ મળીને તરત જ યોગ્ય પગલાં લીધાં અને બેભાન યુવકને સલામત રીતે હોસ્પિટલ પહોંચાડ્યો. શ્વાસ આપી બેભાન અવસ્થાથી બહાર કાઢ્યો
કોન્સ્ટેબલ પરેશભાઈએ જણાવ્યું હતું કે, અમે ગોડાદરા ચાર રસ્તા ઉપર ફરજ પર હતા એ દરમિયાન એક વ્યક્તિ ડીંડોલી સાઈ પોઇન્ટ ચાર રસ્તાથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ચક્કર આવતા તેઓ નીચે ઢળી પડ્યા પડ્યા હતા. અમે ટ્રાફિક નિયમનમાં હતા ત્યારે અમારી નજર ત્યાં પડતા દોડીને ત્યાં ગયેલા. ત્યાં ગયેલા ત્યારે ભાઈ બેભાન અવસ્થામાં હતા. અમને CPRની તાલીમ આપવામાં આવી હતી. જે અમને શીખવા મળેલો એને અનુસરીને અમે તેને CPR આપેલું. એમને શ્વાસ આપી બેભાન અવસ્થાથી બહાર કાઢેલો. અમે 108ને બોલાવીને સારવાર માટે મોકલી આપેલો. તમે જીવ બચાવેલો છે માટે અમને ગર્વ છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments