back to top
Homeદુનિયાટ્રમ્પ સરકારમાં ગુજરાતીઓનો ફાળો:અમેરિકામાં સ્થાયી ઉદ્યોગપતિ સુરતની મુલાકાતે, રિપબ્લિક પાર્ટીમાં 10 વર્ષથી...

ટ્રમ્પ સરકારમાં ગુજરાતીઓનો ફાળો:અમેરિકામાં સ્થાયી ઉદ્યોગપતિ સુરતની મુલાકાતે, રિપબ્લિક પાર્ટીમાં 10 વર્ષથી સક્રિય કાર્યકર્તા, કહ્યું-ટ્રમ્પ સરકારમાં વેપારીઓ-વિદ્યાર્થીઓને ફાયદો થશે

અમેરિકાની ટ્રમ્પ સરકારના મૂળ સુરતના કાર્યકર્તા એવા ઉદ્યોગપતિ યજ્ઞેશ પટેલ સુરત ખાતે પહોંચ્યા હતા. યજ્ઞેશ પટેલ 40 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયા છે અને રિપબ્લિક પાર્ટીમાં છેલ્લા 10 વર્ષથી સક્રિય કાર્યકર્તા છે. અમેરિકામાં ટ્રમની સરકાર આવતા ભારતને શું ફાયદા થશે તે અંગેની તેઓએ વાતચીત કરી હતી. ટ્રમ્પની પ્રચંડ જીત પાછળ પર યજ્ઞેશ પટેલનો સિંહફાળો
મૂળ સુરતના અને છેલ્લા 40 વર્ષથી અમેરિકા કોલીફોર્નિયામાં સ્થાયી થયેલા ઉદ્યોગપતિ યજ્ઞેશ પટેલ સાથે ખાસ મુલાકાત કરવામાં આવી હતી. યજ્ઞેશ પટેલ ઉદ્યોગપતિ તો છે જ, પરંતુ તેઓ અમેરિકાની રિપબ્લિક પાર્ટીના 10 વર્ષથી સક્રિય કાર્યકર રહ્યા છે. હાલમાં જ ટ્રમ્પ સરકારની અમેરિકામાં પ્રચંડ જીત થઈ છે અને આ જીતમાં યજ્ઞેશ પટેલનો પણ સિંહફાળો રહ્યો છે. યજ્ઞેશ પટેલને ઉચ્ચ હોદ્દો મળે તેવી સંભાવના
યજ્ઞેશ પટેલ છેલ્લા દસ વર્ષથી અમેરિકામાં રિપબ્લિકન પાર્ટી સાથે સંકળાયેલા હોવાથી તેમની પ્રસિદ્ધિ પણ આસપાસના વિસ્તારમાં ખૂબ જ છે. જેથી આગામી સમયમાં તેમને પણ ઉચ્ચ હોદ્દા પર સ્થાન આપવાની ટ્રમ્પ સરકારની તૈયારીઓ ચાલી રહી છે. ભારતીયોને વેપારમાં એક નવો રસ્તો મળશેઃ યજ્ઞેશ પટેલ
સુરત ખાતે એક પ્રસંગમાં આવેલા યજ્ઞેશ પટેલ સાથે જ્યારે વાતચીત કરવામાં આવી ત્યારે તેમણે ટ્રંમ્પ સરકારના આવવાથી ભારતીયોને થનારા જે ફાયદા છે, તેમના વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ટ્રમ્પ સરકારના આવવાથી ભારતીયોને વેપારમાં ખૂબ જ સરળતાથી તેમજ એક નવો વેગ અને રસ્તો પણ મળશે. આગળના સમયમાં ટ્રમ્પ સાથે જે પ્રકારે વ્યવહાર કર્યો હતો, તેનાથી ચાર ગણો વધુ વ્યવહાર ભારતીયો અને ગુજરાતીઓ સરકાર સાથે કરી શકે તેના માટે પણ યોજનાઓ બનાવવામાં આવશે. ‘વિદ્યાર્થીઓને માટે નવી પોલીસી આવશે’
સાથેસાથે વિદ્યાર્થીઓની વાત કરીએ તો તેઓના માટે પણ અલગ-અલગ નવી પોલીસીઓ આવશે. ખાસ ભારતીય અને ગુજરાતીઓને એચ વન વિઝા પર આવનારા કોઈ પણ કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવાનો રહેશે નહીં. સ્ટુડન્ટો માટે પણ વિઝા માટે દ્વાર ખુલશે. કોઈ પણ વ્યાપાર અમેરિકા સાથે કરો તો તેમાં ચોકસાઈ રાખવી ખૂબ જ આવશ્યક હોવાનું યજ્ઞેશ પટેલે જણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments