અમેરિકી પ્રમુખ જો બાઈડેન ગંભીર આરોપમાં ઘેરાયેલા તેમના પુત્ર હન્ટર બાઈડેનને માફી (પ્રેસિન્ડેશિયલ) આપ્યા બાદ વધુ એક પગલું ભરવાની તૈયારીમાં છે. રિપોર્ટ મુજબ નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની બદલાની કાર્યવાહીથી બચાવવા બાઈડેન પોતાના અધિકારીઓ અને ડેમોક્રેટ નેતાઓને સામૂહિક માફી આપવા અંગે વિચારી રહ્યા છે. વોશિંગ્ટન પોસ્ટ મુજબ, બાઈડેને એવા લોકોનું લિસ્ટ તૈયાર કર્યું છે જેઓ ટ્રમ્પના બદલાનો શિકાર બની શકતા હતા. હવે આ તમામ લોકોને બચાવવા સજા પહેલાં માફી આપવામાં આવી રહી છે. જેથી ટ્રમ્પ તેમની સામે કાર્યવાહી કરે તો પ્રોટેક્શન મળી શકે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે બાઈડેન પ્રશાસનને આશંકા છે કે નવા ચૂંટાયેવા પ્રમુખ ટ્રમ્પે ટોચના કાયદા અમલીકરણ અધિકારી તરીકે કાશ પટેલની પસંદગી કરી છે. તેનાથી સ્પષ્ટ છે કે ટ્રમ્પ તેમના દુશ્મનો સાથે બદલોનું વચન પાળશે. નોંધનીય છે કે ચૂંટણીપ્રચાર વખતે ટ્રમ્પે તેમને નિશાના પર લેનારા અધિકારીઓને જેલહવાલે કરવાની ધમકી આપી હતી. જો રાષ્ટ્રપતિ બાઈડેન તેમના સહયોગી અને ડેમોક્રેટિક નેતાઓને અપરાધ પૂર્વ માફી આપી રહ્યા છે તો અમેરિકામાં 47 વર્ષ પછી આવી ઘટના બની રહી છે. આ પહેલાં 1977માં અમેરિકી રાષ્ટ્રપતિ જિમ્મી કાર્ટરે વિયેતનામ વાૅર ડ્રાફ્ટના આરોપીઓને અપરાધ પૂર્વ સામૂહિક માફી આપી હતી. આ સિવાય 1974માં પ્રમુખ ગેરાલ્ડ ફોર્ડે પૂર્વ પ્રમુખને પ્રિમેટિવ પાર્ડન આપ્યું હતું. 6 જાન્યુ.ની તપાસ કરનારા પણ નિશાના પર ટ્રમ્પની નવી કેબિનેટમાં 11 અબજોપતિ, તેમની કુલ સંપત્તિ 340 અબજ ડોલર
અમેરિકામાં પ્રમુખ બન્યા બાદ ટ્રમ્પે તેમની કેબિનેટમાં ઘણા અબજોપતિને સામેલ કર્યા છે. રિપોર્ટ મુજબ, ટ્રમ્પે અત્યાર સુધીમાં 11 અબજોપતિને મંત્રી જાહેર કર્યા છે, જેમની કુલ સંપત્તિ 340 અબજ ડોલર છે. જ્યારે બાઈડેન પ્રશાસનની કેબિનેટની કુલ સંપત્તિ 118 મિલિયમ ડોલર હતી. ટ્રમ્પની કેબિનેટમાં વિશ્વના સૌથી અમીર એલન મસ્ક પણ સામેલ છે. વિવેક રામાસ્વામીની સંપત્તિ એક અબજ ડોલર છે. ટ્રમ્પના ચૂંટણીપ્રચાર માટે એલન મસ્કે રૂ.2100 કરોડથી વધુ ખર્ચ કર્યો: રિપોર્ટ
અમેરિકી ફેડરલ ફાઈલિંગમાં ખુલાસો થયો કે ટેસ્લાના સીઈઓ એલન મસ્કે ટ્રમ્પના ચૂંટણી અભિયાનમાં 2100 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. ભલે મસ્ક તરફથી આ રકમ સંપત્તિનો એક નાનો હિસ્સો હશે પરંતુ કોઈ એક વ્યક્તિએ કરેલા દાનની સૌથી મોટી રકમ છે.