અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2 – ધ રૂલ’ જોવા આવેલા ચાહકોને ક્યાં ખબર હતી કે તેમને થિયેટરમાં સરપ્રાઈઝને બદલે આંચકો લાગશે. ફિલ્મ વિશે સર્જાયેલા બઝને કારણે, શુક્રવારે કોચીના સિનેપોલિસ સેન્ટર સ્ક્વેર મોલમાં ‘પુષ્પા-2’ જોવા આવેલા ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ હતો. અંદાજે 3 કલાક 15 મિનિટની આ ફિલ્મ શરૂ થઈ અને ચાહકોએ તેનો આનંદ માણવા માંડ્યો, પરંતુ જ્યારે ઈન્ટરવલ દરમિયાન લાઈટો ચાલુ થઈ ત્યારે તેઓ ચોંકી ગયા અને તેઓએ જોયું કે સ્ક્રીન પર ‘ધ એન્ડ’ની ક્રેડિટ આવવા લાગી ફર્સ્ટ હાફમાં જ દર્શાવી દીધો સેકન્ડ હાફ
ચાહકોને એ સમજવામાં લાંબો સમય ન લાગ્યો કે થિયેટરમાં ફિલ્મનો સેકન્ડ હાફ તેમને ફર્સ્ટ હાફમાં જ બતાવી દેવામાં આવ્યો હતો. સુકુમાર દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘પુષ્પા-2’ મૂળ તેલુગુમાં બનાવવામાં આવી હતી અને પ્રેક્ષકો તેનું તમિલ સંસ્કરણ જોવા આવ્યા હતા. પરંતુ જ્યારે ઈન્ટરવલ દરમિયાન તેમને ખબર પડી કે તેમને ફિલ્મનો ફર્સ્ટ હાફ બતાવવામાં આવ્યો નથી, તો નારાજ દર્શકો ટિકિટ બારી પર પહોંચી ગયા અને તેમના પૈસા પાછા માંગવા લાગ્યા. કેટલાક ચાહકો સંમત થયા કે પ્રથમ હાફ પછીથી બતાવવો જોઈએ. કેટલાકે પૈસા પરત લઈ લીધા, કેટલાકે પછી ફર્સ્ટ હાફ જોયો
મીડિયા અહેવાલ મુજબ, એક દર્શકે કહ્યું, “અમે ફર્સ્ટ હાફ જોયા વિના પાછા ફરવાના મૂડમાં નહોતા. કદાચ ત્યારે જ અમે નક્કી કરી શક્યા હોત કે ફિલ્મનો ક્લાઈમેક્સ કેટલો શક્તિશાળી હશે.” પ્રેક્ષકોના દબાણ હેઠળ, થિયેટર માલિકોએ લગભગ 9 વાગ્યે પ્રથમ હાફ શરૂ કર્યો, જે માંડ 10 વાગ્યા સુધી ચાલ્યો. સિનેમા માલિકોએ વચન આપ્યું હતું કે દર્શકોના પૈસા તેમના ખાતામાં પરત કરવામાં આવશે. નોંધનીય છે કે, દઈએ કે અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે.