back to top
Homeસ્પોર્ટ્સબીજા દિવસની શરૂઆતમાં જ બુમરાહે વિકેટ ઝડપી:સેટ બેટર મેકસ્વીનીને ઘરભેગો કર્યો; લાબુશેન...

બીજા દિવસની શરૂઆતમાં જ બુમરાહે વિકેટ ઝડપી:સેટ બેટર મેકસ્વીનીને ઘરભેગો કર્યો; લાબુશેન અને સ્ટીવ સ્મિથ ક્રિઝ પર

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી મેચ એડિલેડમાં રમાઈ રહી છે. શનિવારે આ ડે-નાઈટ ટેસ્ટનો બીજો દિવસ છે અને પહેલો સેશન ચાલુ છે. ઓસ્ટ્રેલિયા તરફથી માર્નસ લાબુશેન અને સ્ટીવ સ્મિથ ક્રિઝ પર છે. જસપ્રીત બુમરાહે નાથન મેકસ્વીની (39 રન)ને વિકેટકીપર રિષભ પંતના હાથે કેચ કરાવ્યો હતો. તેણે ઉસ્માન ખ્વાજા (13 રન)ની વિકેટ પણ લીધી હતી. ભારતીય ટીમ 180 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તેના પહેલા ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કે 6 વિકેટ લીધી હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત (IND): રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવિચંદ્રન અશ્વિન, હર્ષિત રાણા, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ. ઓસ્ટ્રેલિયા: પેટ કમિન્સ (કેપ્ટન), નાથન મેકસ્વીની, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, એલેક્સ કેરી (વિકેટકીપર), મિચેલ સ્ટાર્ક, નાથન લાયન અને સ્કોટ બોલેન્ડ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments