back to top
Homeગુજરાતભાવનગરમાં હડકવાથી યુવકના મોત પહેલાંના હૃદયદ્રાવક વીડિયો:ઘોઘાના ગરીપરામાં 2 મહિના પહેલાં ભૂંડ...

ભાવનગરમાં હડકવાથી યુવકના મોત પહેલાંના હૃદયદ્રાવક વીડિયો:ઘોઘાના ગરીપરામાં 2 મહિના પહેલાં ભૂંડ કરડ્યું હતું, ઊંઘા માથે પટકાતો, કણસતો અને રડતો રહ્યો છેવટે મોત

દેશના કોઈ અંતરિયાળ વિસ્તાર નહીં, પરંતુ વિકાસના મોડલ એવા ગુજરાતના વિકાસને ઝાંખપ લગાવતા અને માનવતાને શરમાવે તેવા વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. ભાવનગર જિલ્લાના ઘોઘા પંથકના ગરીપરા ગામમાં એક યુવકને 2 મહિના પહેલાં ભૂંડ કરડ્યું હતું. સારવાર કરાવી છતાં ગઈકાલે જ તેને હડકવા ઉપડ્યો હતો. વીડિયોમાં દેખાતા દૃશ્યોએ આધુનિક સારવાર અને મેડિકલ જગતને પડકાર ફેંક્યો છે. હડકવા ઉપડતાં યુવક ઊંઘા માથે પછડાતો હતો, રડતો હતો, કણસતો, દોડતો હતો. એવામાં ભયંકર એ હતું કે તેને દોરડે બાંધી રખાયો હતો. દીવાલ હોય કે જમીન, ભોંયતળિયું હોય કે ઘરના થાંભલા. જ્યાં પણ જાય તે ઊંઘા માથે પટકાતો હતો. હૈયાફાટ રૂદન કરતો હતો. પરંતુ તેને કોઈ બચાવી શક્યું નથી… ખેતરમાં કામ કરતો હતો અને સુનિલને ભૂંડ કરડ્યું
બનાવ અંગે ઉપલબ્ધ વિગતો મુજબ ઘોઘા તાલુકાના ગરીપરા ગામે લગભગ બે માસ પૂર્વે ખેત મજૂર સુનિલ ચિથરભાઈ બારૈયા (ઉં.વ.24) વાડી ખેતરમાં કામ કરતો હતો ત્યારે ભૂંડ-ડુક્કર કરડી ગયું હતું, આથી સુનિલ બારૈયાને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. પરંતુ કોઈ કારણોસર આ યુવાને સારવારનો પૂરતો કોર્સ નહીં, કરતા તેનું વરવું પરિણામ જોવા મળ્યું છે. ગઈકાલ સાંજે ગરીપરા ગામે આ યુવાનનું કરુણ અને દર્દનાક મોત થયું હતું, થોડા દિવસ પહેલા હડકવાની અસર થઈ
ગરીપરા ગામના સરપંચ મગનભાઈએ આ ઘટના અંગે ભારે હૃદયે જણાવ્યું હતું કે, ભૂંડ કરડી જતાં ગામના શ્રમજીવી યુવાન સુનિલ બારૈયાને છેલ્લા થોડા દિવસથી હડકવાની અસર થઈ હતી, છેલ્લા દિવસોમાં યુવાન હડકવાની વધેલી અસરને કારણે અન્યને કરડવા પણ દોડતો હતો, જેથી ના-છૂટકે તેને દોરડા વડે બાંધી રાખવો પડ્યો હતો. 108ને બોલાવી પણ યુવકનું મોત થયું
સરપંચ વધુમાં જણાવ્યું હતું કે, ગઈકાલે હડકવાની અસર વધી જતા તે પોતાનું શરીર પટકવા લાગ્યો હતો. 108 એમ્બ્યુલન્સને પણ જાણ કરી હતી, પરંતુ આ યુવાન બેકાબુ બનતાં તેને 108 મારફત હોસ્પિટલ લઈ જવો શક્ય બન્યું ન હતું, તેવામાં સાંજે સાડા ચાર વાગ્યા આસપાસ આ યુવાનનું મૃત્યુ થયું હતું. આ બનાવથી ગામમાં ભારે શોક સાથે અરેરાટી વ્યાપી ગઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments