મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ તરીકે છઠ્ઠી વખત શપથ લીધાના બે દિવસ બાદ અજિત પવારની જપ્ત કરાયેલી બેનામી સંપત્તિને મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. મીડિયા અહેવાલો અનુસાર, દિલ્હીની આવકવેરા વિભાગની ટ્રિબ્યુનલે પવારની 1,000 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિને મુક્ત કરી દીધી છે. IT વિભાગે 7 ઓક્ટોબર 2021ના રોજ દરોડા દરમિયાન આ મિલકતો જપ્ત કરી હતી. તેમાં અજીતની પત્ની સુનેત્રા પવાર અને પુત્ર પાર્થ પવારની પણ મિલકતો છે. મિલકતોને મુક્ત કરવાનો આદેશ આપતી વખતે, ટ્રિબ્યુનલે કહ્યું – IT વિભાગ મિલકતોની કોઈપણ ગેરકાયદેસર હેરાફેરીના પુરાવા રજૂ કરી શક્યું નથી. બેનામી ટ્રાન્ઝેક્શનના મામલે પણ સ્પષ્ટતા કરી શક્યું નથી. તમામ વ્યવહારો બેંકિંગ સિસ્ટમ દ્વારા કરવામાં આવ્યા છે. મિલકતો અજિત પવારના નામે સીધી રીતે રજીસ્ટર નથી મીડિયા અહેવાલો અનુસાર, ટ્રિબ્યુનલે પહેલાથી જ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું હતું, પરંતુ 5 નવેમ્બર, 2024 ના રોજ, IT વિભાગે ફરીથી એક અરજી કરી અને પુનર્વિચારની અપીલ કરી. કોર્ટે ITની સમીક્ષા અપીલ પણ ફગાવી દીધી છે. આઇટી વિભાગે બેનામી સંપત્તિ નિવારણ કાયદા હેઠળ મુંબઈમાં અજિત પવાર અને તેમના નજીકના સંબંધીઓના ઘર અને ઓફિસની તપાસ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તમામ પ્રોપર્ટી અજિત પવારના નામે સીધી રીતે રજીસ્ટર નથી. 30થી વધુ મિલકતો જપ્ત કરવામાં આવી હતી અજિત પવારની કુલ સંપત્તિ 124 કરોડ રૂપિયા છે