બોલિવૂડ સ્ટાર દીપિકા પાદુકોણ દીકરી દુઆને જન્મ આપ્યા બાદ પહેલીવાર જાહેરમાં જોવા મળી હતી. તે તાજેતરમાં પંજાબી સુપરસ્ટાર દિલજીત દોસાંઝના લાઈવ કોન્સર્ટમાં હાજરી આપવા બેંગલુરુ ગઈ હતી જ્યાંથી તેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. દીપિકા પાદુકોણને અચાનક જોઈને ચાહકોની ખુશીની કોઈ સીમા ન રહી. એક્ટ્રેસ સફેદ સ્વેટશર્ટ અને ડેનિમ જીન્સમાં કોન્સર્ટ માણવા પહોંચી હતી. સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા વીડિયોમાં તે તેના મિત્રો સાથે દિલજીતના ગીતો પર ડાન્સ કરતી જોઈ શકાય છે. દીપિકા-દિલજીત સાથે જોવા મળ્યા
દિલજીતે સૌથી પહેલા દીપિકાની બ્રાન્ડની પ્રોડકટ હાથમાં પકડીને ચાહકોને પૂછ્યું કે શું તેઓને ખબર છે કે તે કોની છે તો બધા દીપિકાનું નામ લે છે. આ પછી દિલજીત કહે છે કે, હું આનાથી જ સ્નાન કરું છું અને મારો ચહેરો ધોઉં છું, તો આ મારી સુંદરતાનું રહસ્ય છે. આ પછી તે દીપિકાને સ્ટેજ પર બોલાવે છે જે સ્ટેજની પાછળ બેસીને દિલજીતની વાત સાંભળીને હસી પડે છે. દિલજીત દોસાંઝના કોન્સર્ટમાં દીપિકા પાદુકોણ
દિલજીત દોસાંઝે દીપિકા સાથેનો પોતાનો એક વીડિયો પણ શેર કર્યો છે જેણે ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. આ વીડિયોમાં સિંગરને બોલિવૂડ એક્ટ્રેસનો પરિચય કરાવતા જોઈ શકાય છે. પહેલા તે દીપિકાની સ્કિનકેર બ્રાન્ડના વખાણ કરે છે, પછી દીપિકા સ્ટેજ પર આવે છે. બંનેએ ગળે મળી અને પછી એક્ટ્રેસ દિલજીતના ગીતો પર ડાન્સ કરતી જોવા મળી. સ્ટેજ પર આવ્યા પછી, દીપિકા પણ લોકોને શુભેચ્છા પાઠવે છે અને કહે છે – નમસ્કાર બેંગલુરુ. આ વીડિયોને શેર કરતી સિંગરે કેપ્શનમાં લખ્યું- “રાણી દીપિકા પાદુકોણ બેંગલુરુમાં દિલ-લુમિનાટી ટૂર 2024 પર”. દીપિકા પાદુકોણે દીકરીનું નામ દુઆ રાખ્યું છે
દિવાળીના અવસર પર, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે તેમની પુત્રીની પ્રથમ ઝલક બતાવી અને તેનું નામ જાહેર કર્યું. દંપતીએ તેમના પ્રિયનું નામ દુઆ પાદુકોણ સિંહ રાખ્યું છે. તેણે શેર કરેલા ફોટામાં માત્ર દુઆના પગ જ દેખાઈ રહ્યા હતા. હવે ડિલિવરી બાદ દીપિકાને પહેલીવાર જોઈને ચાહકો ખૂબ જ ખુશ છે. રણવીર-દીપિકાએ દીકરીની તસવીર શેર કરી હતી
ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતી વખતે દીપિકા અને રણવીરે કેપ્શનમાં લખ્યું, ‘દુઆ પાદુકોણ સિંહ. ‘દુઆ’: જેનો અર્થ થાય છે પ્રાર્થના. તેઓ અમારી પ્રાર્થનાનો જવાબ છે. અમારા હૃદય પ્રેમ અને કૃતજ્ઞતાથી ભરેલા છે.