ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હાલમાં જાણે લગ્નની ધૂમ મચી ગઈ છે. ગુજરાતી ફિલ્મજગતના જાણીતા એક્ટર મલ્હાર ઠાકર અને એક્ટ્રેસ પૂજા જોશી હજુ થોડા સમય પહેલાં જ લગ્નગ્રંથિએ જોડાયા હતા. ત્યાર બાદ હવે ‘લવની ભવાઈ’ એકટ્રેસ RJ અંતરા એટલે કે આરોહી પટેલ પણ લગ્નના બંધન બંધાઈ ગઈ છે. તેમણે 6 નવેમ્બરે ઉદયપુરમાં લગ્ન કરી લીધા છે…ઉદયપુરમાં આયોજિત ડેસ્ટિનેશન વેડિંગમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક કલાકારો સામેલ થયા હતાં. રાજસ્થાનના રમણીય શહેર ઉદયપુરમાં રાજવી ઠાઠમાઠ સાથે આરોહી પટેલ અને તત્સત મુનશીએ લગ્ન બંધને બંધાઈને જીવનના એક નવા અધ્યાયની શરૂઆત કરી છે. થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે આરોહી તેના ખાસ મિત્ર અને બોયફ્રેન્ડ તત્સત મુનશી સાથે લગ્ન કરશે ત્યારે ગઈકાલે બન્ને લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે.અભિનેત્રીએ જાતે પોતાના ઈનસ્ટા ગ્રામ અકાઉન્ટ પર તેની તસવીરો શેર કરી છે. આરોહી પટેલ અને તત્સત્ મુનશીની લગ્નની તસવીરો વાયરલ થઈ રહી છે. આરોહી અને તત્સત્ના લગ્ન પહેલાની કેટલીક વિધિઓના વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળ્યા છે. તત્સત્ મુનશી અને આરોહી પટેલે ‘ઓમ મંગલમ સિંગ્લમ’ ફિલ્મ અને વેબસિરીઝ ‘નોન-આલ્કોહોલિક બ્રેકઅપ’માં સાથે કામ કરેલું છે. આરોહી પટેલને લવની ભવાઈ ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસનો પણ એવોર્ડ મળી ચૂક્યો છે.જેની સમગ્ દેશમાં ચર્ચા પણ થઈ હતી. આ સિવાય આરોહી અને તત્સત અવારનવાર સાથે જોવા મળે છે અને બન્ને ખાસ મિત્રો છે.હવે આરોહી અને તત્સતની લગ્નની તસવીરો તેમણે જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ચાહકોને તેમના લગ્નના શુભ સમાચાર આપ્યા છે. આ પોસ્ટ કરતી વખતે આરોહી પટેલે લખ્યું છે કે, ‘પ્યાર દોસ્તી હૈ’ અને આની સાથે તેણે બે હાથથી હાર્ટ બનાવતી ઈમોજી પણ પોસ્ટ કરી છે આ લગ્નમાં સામેલ થવા માટે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકારો અને ફિલ્મ મેકર્સ ઉદયપુરમાં પહોંચ્યા હતા. આરોહીના હાથમાં આરોહી અને તત્સત મોટા નામે લખાયેલું હોય એવી મહેંદી લગાડી છે. મહેંદી ખૂબ સિમ્પલ અને સુંદર લાગી રહી છે. વ્હાઈટ સાડી અને રેડ બ્લાઉઝમાં સિમ્પલ લૂકમાં આરોહી ખુબ જ સુંદર દેખાઈ રહી છે. જ્યારે તત્સત મુનશી પણ વ્હાઈટ શેરવાનીમાં હેન્ડસમ લાગી રહ્યો છે. બંનેએ લગ્નની તસવીર શેર કરતાં લખ્યું છે કે,’પ્યાર દોસ્તી હૈ’. આરોહી અને તત્સતની લગ્નની તસવીરોમાં જોઈ શકાય છે કે આરોહી અને તત્સત બંનેએ પોતાનો લુક સિમ્પલ છતાં ખૂબ જ ખાસ અને સ્પેશિયલ લાગે તેવી રીતે રાખ્યો છે. આરોહી અને તત્સતના હાથમાં તેમના નામ પ્રિન્ટ થયેલા ગ્લાસ છે અને બંને એકબીજાને લગ્નની શુભેચ્છાઓ આપતા ચિયર્સ કરતા હોય તે રીતનો પોઝ આપ્યો છે ન્યૂલીવેડ મલ્હાર અને પૂજા પણ ખાસ ફ્રેન્ડ આરોહીના લગ્નમાં સામેલ થયા હતા. આ બંનેના ડેસ્ટિનેશન વેડિંગની તસવીરો ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે.