back to top
Homeગુજરાતસુરત ભાજપ મહિલા નેતા આપઘાત કેસ:શંકાના દાયરામાં રહેલા કોર્પોરેટર વિરુદ્ધ પુરાવા ન...

સુરત ભાજપ મહિલા નેતા આપઘાત કેસ:શંકાના દાયરામાં રહેલા કોર્પોરેટર વિરુદ્ધ પુરાવા ન હોવાનું પોલીસનું રટણ, દીપિકા-ચિરાગના ફોનનો ડેટા ડિલિટ થયો કે નહિ તેની FSL રિપોર્ટ બાદ જાણ થશે

ભાજપના મહિલા નેતા દિપીકા પટેલ આપઘાત કેસના ભેદભરમ પરથી હજુ છ દિવસે પણ પડદો ઊંચકાયો નથી. ચોમેરથી શંકાના ઘેરામાં રહેલા કોર્પોરેટર ચિરાગ સોલંકી વિરુદ્ધ કોઈ ઠોસ પુરાવા ન હોવાનું પોલીસ રટણ કરી રહી છે. દીપિકા અને ચિરાગના મોબાઇલ એફએસએલમાં ચકાસણી માટે મોકલાયા છે, જેના રિપોર્ટ બાદ કાર્યવાહી કરાશે એવું પોલીસ જણાવી રહી છે. આ બંનેના ફોનનો ડેટા કે બંને વચ્ચે થયેલી વાતની ચેટ ડિલિટ થઈ છે કે નહીં? તે રિપોર્ટ બાદ જાણ થશે. કોર્પોરેટર ચિરાગ સોલંકી સામે શંકાની સોય તકાઈ
સુરતના અલથાણના ભીમરાડ ગામે રહેતી શહેર ભાજપ વોર્ડ નંબર 30ના મહિલા મોરચાની પ્રમુખ દિપીકા નરેશભાઈ પટેલે ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ચકચારી આ પ્રકરણમાં કોર્પોરેટર ચિરાગ સોલંકી સામે શંકાની સોય તકાઈ રહી છે. આપઘાત પહેલાં ચિરાગને છેલ્લો કોલ કરવો, સૌથી પહેલાં દિપીકાના ઘરે પહોંચવું, ડેડબોડી હોસ્પિટલ લઈ જવી સહિતની બાબતોએ શંકા ફેલાવી હતી. પોલીસને ચિરાગ વિરુદ્ધ કોઇ ઠોસ પુરાવા ન મળ્યા
​​​​​​​​​​​​​​ચિરાગ રોજ દિપીકાને 10થી 15 કોલ કરતો હતો. ચિરાગ દિપીકાને બહેન ગણાવે છે તે વાત પણ ચર્ચાને ચગડોળે ચઢી છે. કાંઠા વિસ્તાર સમગ્ર પંથકમાં ચાલી રહેલી તરેહતરેહની ચર્ચા વચ્ચે અલથાણ પોલીસે બે વખત કોર્પોરેટર ચિરાગ સોલંકીની પૂછપરછ કરી હતી. જોકે, પોલીસ ચિરાગ વિરૂદ્ધ કોઇ ઠોસ પુરાવા મળ્યા નથી એવું કહે છે. બીજી તરફ દીપિકાના પરિવારજનોએ આ મામલે કોઈ આક્ષેપો ચિરાગ વિરુદ્ધ કર્યા નથી. જેને પગલે પોલીસ મુંઝવણમાં મુકાઈ ગઇ છે. ફોનનો ડેટા અનેક રાજ ખોલી શકે!
પોલીસ હવે એફએસએલ રિપોર્ટ પર મદાર રાખીને બેઠી છે. પોલીસે દીપિકા અને ચિરાગના મોબાઇલ એફએસએલમાં ચકાસણી માટે મોકલી આપ્યા છે. જેના રિપોર્ટના આધારે પોલીસ આ કેસમાં આગળની કાર્યવાહી કરશે. નાણાંકીય ડખામાં કે અંગત કારણોસર દિપીકાએ આપઘાત કર્યો? તે અંગે રહસ્ય ઘેરૂં બન્યું છે. જ્યારે દીપિકા કે ચિરાગના ફોનના ડેટા અથવા વાતની ચેટ ડિલિટ થઈ છે કે નહિ? પોલીસ હવે આ ભેદભરમ પરથી ક્યારે પડદો ઊંચકશે તેના પર સૌની મીટ મંડાઇ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments