back to top
Homeગુજરાતહવે E-KYC માટે કચેરીના ધક્કા નહિ રહે:લાંબી લાઇનમાં ઊભા રહ્યા વગર જ...

હવે E-KYC માટે કચેરીના ધક્કા નહિ રહે:લાંબી લાઇનમાં ઊભા રહ્યા વગર જ રેશનકાર્ડધારકો ઘેરબેઠાં મોબાઇલ ફોનથી E-KYC કરી શકશે; જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

રાજ્યભરમાં છેલ્લા ઘણા સમયથી રેશનકાર્ડધારકો E-KYC માટે હાલાકીનો સામનો કરી રહ્યા છે. જેમાં રાજકોટમાં જૂની મામલતદાર કચેરી ખાતે છેલ્લા બે સપ્તાહથી રાશનકાર્ડ E-KYC કરાવવા માટે લાંબી લાઇનો લાગી રહી છે. બીજી તરફ સરકાર દ્વારા ઓનલાઇન એપ્લિકેશ મારફત લોકો ઘરે બેઠા પણ પોતાનું E-KYC કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંગે ખુબ ઓછા લોકો માહિતગાર છે અને કેટલીક જગ્યાએ તો એજન્ટો દ્વારા રૂપિયા પણ પડાવવામાં આવતા હોવાની ફરિયાદો ઊઠી રહી છે. તો આજે અમે તમને જણાવીશું કે, ઘરે બેઠા E-KYC અપડેટ કેવી રીતે કરી શકાય અને તે પણ સ્ટેપ બાય સ્ટોપ… ઘરે બેઠા E-KYC કરવાની પ્રક્રિયા….
સૌ પ્રથમ રાશનકાર્ડ ધારકે પોતાના મોબાઈલમાં પ્લે સ્ટોર (PLAY STORE)માં જઈને ‘MY RATION’નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવી. ત્યારબાદ હોમ પેજ પર ડાબી બાજુ ઉપરના ખૂણા પર દેખાતી ત્રણ આડી લાઈનવાળા ચિહ્ન પર કિલક કરવાનું રહેશે. ઓપન થયેલ વિકલ્પોમાં ‘પ્રોફાઈલ’ (PROFILE) પર કિલક કરવાનું રહેશે. ઓપન થતા પેજમાં ‘રાશનકાર્ડ લિંક કરવું’ વિકલ્પ પસંદ કરો. બાદમાં આપના રાશનકાર્ડ નંબર અને આધારકાર્ડના છેલ્લા ચાર આંકડા નાખી ‘તમારું રાશનકાર્ડ લિંક કરો’ પસંદ કરવું. પછી E-KYC કરવા માટે રાશનકાર્ડમાં નોંધાયેલ જે સભ્યના આધાર નંબર રાશનકાર્ડમાં લિંક થયેલ હશે માત્ર એવા જ સભ્યો એપ્લીકેશન દ્વારા E-KYC કરી શકશે. રાશનકાર્ડમાં નોંધાયેલ જે સભ્યના આધાર નંબર રાશનકાર્ડમાં લિંક થયેલ ન હોય તે વ્યક્તિએ પોતાના રહેણાંકના વિસ્તાર મુજબ સંબંધિત ઝોનલ કચેરી કે તાલુકા મામલતદાર કચેરીનો રાશનકાર્ડ તથા આધારકાર્ડ સાથે રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. જો, આધાર નંબર રાશનકાર્ડમાં લિંક થયેલ હશે તો ઓપન થતા પેજ પર ‘હું સંમતિ સ્વીકારું છું’ ચેકબોકસ પસંદ કરી ‘આધાર ઓટીપી જનરેટ કરો’ પર કિલક કરવાની જનરેટ થયેલા ઓટીપી દાખલ કરો. ‘ઓટીપી ચકાસો’ પર ક્લિક કર્યા બાદ ‘તમારું રાશનકાર્ડ સફળતાપૂવર્ક લિંક થઈ ગયેલ છે’ (RATION CARD LINKED SUCESSFULLY, YOU CAN UPDATE DETAILS NOW) તેવો મેસેજ સ્ક્રીન પર દેખાશે. ‘MY RATION’ એપ્લિકેશનમાં રાશનકાર્ડ લિંક થયા બાદ ‘FACE BASED E-KYC’ કરવા માટે એપ્લિકેશન બંધ કરી ફરી ઓપન કરવી જરૂરી છે. ‘MY RATION’ એપનાં હોમપેજ પરના આધાર E-KYC મેનુ સિલેકટ કરવાથી સ્ક્રીન પર દેખાતા ‘DOWNLOAD AADHAR FACERD APP’ પર ક્લિક કરવાથી એપ્લિકેશન ડાઉનલોડ થશે. ત્યારબાદ ‘FACE AUTHENTICATION’ કરવા માટે આપેલ સૂચનાઓ ધ્યાનથી વાંચી ચેકબોકસ પસંદ કરી ‘કાર્ડની વિગતો મેળવો’ પર ક્લિક કરવાનુ રહેશે. સ્ટેપ 1: રેશન કાર્ડ નંબર દાખલ કરો અને ‘કાર્ડના સભ્યોની વિગતો મેળવો’ બટન પર ક્લિક કરો.
સ્ટેપ 2: કાર્ડના સભ્ય પસંદ કરો અને આ સભ્યમાં આધાર E-KYC કરો બટન પર ક્લિક કરો.
સ્ટેપ 3: પસંદ કરેલા સભ્યોની આધાર આધારીત ચકાસણીથી ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે, સંમતિ ચેકબોકસ પસંદ કરો અને ‘આધાર ઓટીપી જનરેટ કરો બટન પર ક્લિક કરો.
સ્ટેપ 4: પ્રાપ્ત થયેલ આધાર OTP દાખલ કરો અને ઓટીપી ચકાસો બટન પર કિલક કરવાથી ચહેરો કેપ્ચર (FACE CAPTUR) કરવા માટે કેમેરો ઓપન થશે. FACE AUTHENTICATION વખતે સ્ક્રીન પર દેખાતો તમારો ચહેરો કેમેરા સામે સીધો રાખો, આંખ પટપટાવો જેવી સૂચનાઓને અનુસરવાનું રહેશે. ચહેરો સફળતાપૂર્વક કેપ્ચર થયા બાદ ‘મંજુરી માટે વિગતો મોકલો’ ઓપ્શન પર ક્લિક કરવાથી અરજી મંજુરી માટેની વિનંતી સંબંધિત પુરવઠા કચેરીને પહોંચી જશે. સવારથી લોકો લાઈનમાં ઊભવા મજબૂર
કેન્દ્ર સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકો માટે E-KYC ફરજિયાત કરવામાં આવ્યા છે. હવે E-KYC પૂરા કરવામાં એક મહિનો જ બાકી છે અને ત્યાં સુધીમાં જે રેશનકાર્ડ ધારકોના E-KYC નહીં થયા હોય તેઓને રેશનિંગનો જથ્થો આપવાનો બંધ કરવામાં આવનાર હોવાથી રાજકોટની જૂની કલેક્ટર કચેરીમાં આવેલી ઝોનલ કચેરીમાં E-KYCની કામગીરી માટે છેલ્લા એક પખવાડિયાથી ભારે ધસારો થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં જૂની મામલતદાર કચેરીમાં કેવાયસી અપડેટ માટે દરરોજ હજારો લોકો દૂર દૂરથી આવી રહ્યા છે. સવારના છ વાગ્યાથી લોકો લાઈનમાં ઉભા રહી જતા હોય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments