અમેરિકન બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેન્લીનું અનુમાન છે કે ભારતનું અર્થતંત્ર સ્થિર રહેશે. મજબૂત સ્થાનિક રોકાણને કારણે 2025માં ભારત શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ઊભરતાં બજારોમાંનું એક બની શકે છે. જો વર્તમાન બજારનો ટ્રેન્ડ ચાલુ રહેશે તો સેન્સેક્સ એક વર્ષમાં 1,05,000ની સપાટીને સ્પર્શી શકે છે. આ વર્તમાન સ્તરોથી 28.5%નો વધારો દર્શાવે છે. જો ક્રૂડ ઓઈલની કિંમત સતત બેરલ દીઠ $70ની નીચે રહેશે તો સેન્સેક્સ આ સ્તરને હાંસલ કરશે. તેના કારણે ફુગાવો ઘટશે અને આરબીઆઈ વ્યાજદરમાં અપેક્ષા કરતા વધુ ઘટાડો કરશે. માર્ક મોબિયસ 18 મહિનામાં 20% વળતરની અપેક્ષા રાખે છે
મોબિયસ ઇમર્જિંગ ઓપોર્ચ્યુનિટીઝ ફંડના ચેરમેન માર્ક મોબિયસ ભારતના વિકાસ અંગે આશાવાદી છે. તેઓ આગામી 12-18 મહિનામાં ભારતીય બજારમાંથી 20% વળતરની અપેક્ષા રાખે છે. તેમનું માનવું છે કે ભારત ચીન કરતાં વધુ સારું પ્રદર્શન કરશે. ગ્રીન ઈન્વેસ્ટમેન્ટમાં ચીન કરતાં આગળ
રિન્યુએબલ એનર્જીમાં તેજીના કારણે ગ્રીન ઈન્વેસ્ટમેન્ટમાં ભારતે ચીનને પાછળ છોડી દીધું છે. ત્રીજા ક્વાર્ટરમાં લગભગ 20 હજાર કરોડ રૂપિયાના સોદા પૂરા થયા હતા. આ ચીન કરતાં ચાર ગણું છે.