ઊંઝા શહેરમાં આવેલ સંસ્કાર ભવન કલ્યાણપુરા સંકુલ ખાતે આજે પરિવાર હેલ્થ મિશન અંતર્ગત એચપીવી રસીનો પ્રથમ ડોઝ આપવા માટેનો આરોગ્યલક્ષી કેમ્પ યોજાયો હતો. જેમાં 600 જેટલી બહેનોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. શ્રી રૂસાત યુવા સંગઠન, રૂસાત પરિવાર ઊંઝા દ્રારા આયોજીત પરિવાર હેલ્થ મિશન અંતર્ગત એચપીવી રસી સર્વાઇકલ કેન્સરની રસી બહેનોને આપવાની શરુઆત કરાઇ છે. જેનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. કેમ્પની શરુઆત ઊંઝા ધારાસભ્ય કિરીટ પટેલ સહિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરાઇ હતી. સંસ્કાર ભવન કલ્યાણ પરા માઢ ખાતે રસીનો પ્રથમ ડોઝ આપવાની શરૂઆત કરાઈ છે. જેમાં ફોર્મ નંબર 1થી 350 સવારે 9 કલાકે અપાઈ હતી. ફોર્મ નંબર 351થી 600 બહેનોને 10 કલાકે રસી આપવામાં આવી હતી. આ કેમ્પમાં ડો. મુકુંદ બી પટેલ, ડો પ્રિયાંશું સી પટેલ, ડો. કેતન જી પટેલ સહિત સેવાભાવી ડોકટરો સેવા આપી રહ્યા છે. આ કાર્યકમમાં પરિવારના પ્રમુખ અમરતભાઈ પટેલ સહીત વડીલો ઊપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમને યુવા સંગઠનના પ્રમુખ ખોડાભાઇ પટેલ, પ્રો ચેરમેન આનંદ પટેલ અને અર્પિત પટેલ સહિત સંગઠન ના સર્વે મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી.