આલિયા ભટ્ટ અવારનવાર ચર્ચામાં રહે છે. ક્યારેક તેની ફિલ્મોના કારણે તો ક્યારેક તેના અંગત જીવનને કારણે હેડલાઈન્સમાં રહે છે. હાલ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં આલિયા કરોડોની લક્ઝુરિયસ કાર છોડીને ઓટો રિક્ષામાં સવારી કરી રહી છે. તેની સ્ટાઈલ જોઈને કોઈ તેના વખાણ કરી રહ્યું છે તો કોઈએ કહ્યું કે પીઆર સ્ટંટ ગણાવી રહ્યું છે. આલિયાની ઓટો રિક્ષા સવારી!
મુંબઈનાં ટ્રાફિકથી પરેશાન થઈ એક્ટ્રેસ ઓટો રિક્ષામાં સવારી કરી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આલિયા સાથે વીડિયોમાં તેની ટીમ પણ જોવા મળી રહી છે. તેણે પોતાની મોંઘી કારમાં બેસવાને બદલે ઓટો રિક્ષામાં સવારી કરવાનું વધુ પસંદ કર્યું. જોકે તેણે આવું શા માટે કર્યું તે અંગે કોઈ કારણ જાણવા મળી રહ્યું નથી. કેટલા લોકોએ કરી ટ્રોલ, તો કેટલાક સાદગી પર થયા ફિદા
આલિયા ભટ્ટને સામાન્ય લોકોની જેમ ઓટો રિક્ષા સવારી કરતાં જોઈને એક યુઝરે લખ્યું, આ પબ્લિસિટી સ્ટંટ છે. અન્ય યુઝરે કોમેન્ટ કરી કે, આ બધું માત્ર કેમેરા માટે છે. બીજી તરફ ધણા લોકોએ એક્ટ્રેસની આ સાદગીનાં વખાણ પણ કર્યા હતાં. કેટલાક આલિયાને ડાઉન ટુ અર્થ કહી રહ્યા છે તો કેટલાક તેને સ્વીટહાર્ટ કહી રહ્યા છે. 12 વર્ષ પહેલા એક્ટ્રેસે કર્યું હતું ડેબ્યૂ
2012માં ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’થી એક્ટિંગ શરૂ કરનાર આલિયાએ ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં ‘રાઝી’, ‘ગલી બોય’, ‘ગંગુબાઈ કાઠિયાવાડી’, ‘બ્રહ્માસ્ત્ર’ અને ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’નો સમાવેશ થાય છે. તે છેલ્લે ‘જિગરા’માં જોવા મળી હતી. નવા વર્ષમાં આ ફિલ્મોમાં જોવા મળશે
આલિયા વર્ષ 2025માં રિલીઝ થનારી ફિલ્મ ‘આલ્ફા’માં જોવા મળશે. આ સિવાય તેની પાસે સંજય લીલા ભણસાલીની ‘લવ એન્ડ વોર’ છે. તેમાં વિકી કૌશલ અને રણબીર કપૂર પણ છે.