જૂનાગઢ મહાનગરપાલિકાનું ઊંચાભાવે ડસ્ટબીન ખરીદીનું મસમોટું કૌભાંડ આચરાયું હોવાની આશંકા જણાઇ રહી છે. સ્વચ્છતા મિશન અંતર્ગત એક ઘરોને ભીનો અને સૂકો કચરો અલગ-અલગ રાખવા માટે 10-10 લીટરની બે-બે ટોપીલીઅો આપવાનું બજેટમાં નક્કી કરાયું હતું. દરમિયાન ગત વર્ષે 92,000 લોકોએ જ હાઉસ ટેક્ષની ભરપાઇ કરી હતી. તેમને છતાં 1 લાખ લોકોની ગણતરી કરીને 2 લાખ કચરા ટોપલીઓ મંગાવાઇ છે. આ ટોપલીઓ અમદાવાદની નીલકમલ લીમીટેડમાંથી મંગાવાઇ છે.
જૂનાગઢ મનપાએ 2 લાખ ટોપલી જથ્થાબંધ ભાવે 170માં મંગાવી છે. જ્યારે નીલકમલ બ્રાન્ડની 10 લીટરની કચરા ટોપલી જૂનાગઢ શહેરમાં જ 145ના ભાવે છૂટકમાં વેંચાઇ
રહી છે! જો જૂનાગઢમાં 140ના ભાવે એક કચરા ટોપલી વેચાતી હોય તો એકીસાથે વધુ ભાવે જથ્થાબંધ ખરીદી કેવી રીતે કરવામાં આવી. સ્ટેન્ડિંગના નિર્ણય મુજબ ખરીદી કરી છે
નીલ કમલ બ્રાન્ડની કચરા ટોપલી ખરીદી કરવાનો નિર્ણય સ્ટેન્ડીંગ કમિટીનો હતો. અમે તો તેના ઠરાવ મુજબ આ ટોપલીઓની ખરીદી કરી છે.નીલ કમલ લીમીટેડ અમદાવાદના જીએસટી સાથે 3,40,00,000ના ભાવ સામે 3,25,08,000નો ભાવ આપ્યો છે. > હાજા ચુડાસમા, કાર્યપાલક ઇજનેર, મનપા, જૂનાગઢ. અગાઉ પણ આવું બન્યું
{ 3 ઓગસ્ટ 2022માં સ્થાયી સમિતીમાં ઠરાવ કરાયો હતો જેમાં 150 રૂપિયાના ભાવે કચરા ટોપલી ખરીદાનું મંજુર કરાયું હતું.
{ 3 માર્ચ 2023માં તે સમયના મેયર ગીતાબેન પરમારે કમિશનરને પત્ર લખ્યો હતો. આ પત્રમાં જણાવાયું હતું કે,
દિલ્હીની કંપની દ્વારા ડસ્ટબિન મંગાવવાની પ્રકિયા હાથ ધરાઇ રહી છે જેમાં નબળી ગુણવત્તા હોય એજન્સી રદ કરવા જણાવાયું હતું.