જામનગર શહેરમાં અલગ અલગ વિસ્તારમાં LCB પોલીસે પેટ્રોલિંગ દરમિયાન હતી, ત્યારે સ્ટાફના ક્રિપાલસિંહ જાડેજા, કિશોર પરમારને ચોક્કસ હકીકત મળી કે શહેરમાં લાલપુર રોડ પર આવેલ મયુર ગ્રીન-1 સોસાયટી પાસે સેન્ટ્રો કાર ઉભી છે, તેમાં દારૂનો જથ્થો છે. ત્યારે એલસીબી પોલીસે તપાસ કરતા ગાડી ચેક કરતા તેની અંદરથી 180 ઇંગ્લિશ વિદેશી દારૂની બોટલ ચોર ખાનામાંથી મળી આવી હતી. પોલીસે સેન્ટ્રો કારમાં ચોરખાનું બનાવવામાં આવ્યું હતું, તેમાં અંદર રહેલી 180 ઇંગ્લિશ દારૂની બોટલ સાથે ઉત્તરપ્રદેશ પ્રદેશનો ક્રિપાશંકર ઓમકારનાથ શર્માને પોલીસે કુલ રૂપિયા 3 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો છે, જેમાં 180 દારૂની બોટલની કિંમત રૂપિયા 90,000 તેમજ સેન્ટ્રો કારના 2,00,000 લાખ તથા 10,500 સહિત કુલ મુદ્દામાલ 3,00,500 સાથે ઝડપી પાડવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ ઇંગ્લિશ દારૂની 180 બોટલ સાથે એલસીબી પોલીસે ઝડપી પાડેલા શખસની વધુ પૂછપરછ હાથ ધરતા તેમણે જણાવ્યું હતું કે, સેન્ટ્રો કારમાં સીટ નીચે ચોરખાનું બનાવવામાં આવ્યું છે અને ચોરખાનામાં સંતાડેલી 180 જેટલી ઇંગ્લિશ દારૂની બોટલ છુપાવવામાં આવી હતી. જે દારૂનો જથ્થો દિલ્હીથી લઈ આવ્યો હતો અને જામનગરમાં વિશાલ પ્રવીણ માવ રહે કિસાન ચોક આશુબા સોઢા આયુર્વેદ કેમ્પસ જામનગર વાળાએ મંગાવ્યું હતું. તેવું 180 બોટલ સાથે ઝડપાયેલો શખસ ક્રિપાશંકર ઓમકારનાથ શર્મા દ્વારા જણાવવામાં આવ્યું હતું. તે બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી અને દારૂ મંગાવનાર શખસને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.