ઈન્ડો-કેનેડિયન સિંગર અને રેપર એપી ધિલ્લોન ઈન્ડિયા ટૂર કરી રહ્યો છે. તેની શરૂઆત મુંબઈથી થઈ છે. સિંગરે શનિવારે મુંબઈના આર-2 ગ્રાઉન્ડમાં પરફોર્મ કર્યું હતું. આ દરમિયાન બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા પણ સ્ટેજ પર પહોંચી હતી અને તેને સપોર્ટ કર્યો હતો. આ કોન્સર્ટ સોશિયલ મીડિયા પર સતત હેડલાઇન્સમાં છે, જોકે સામે આવેલા એક વીડિયોમાં ગાયક એપી ધિલ્લોન સ્ટેજ પરથી પડતાં-પડતાં બચ્યો હતો. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા એક વીડિયોમાં, એપી ધિલ્લોન ઉતાવળમાં દોડીને સ્ટેજ પર ચડતો જોવા મળે છે, જો કે, છેલ્લું પગથિયું ચડતી વખતે તે પોતાનું બેલેન્સ ગુમાવી ગુમાવે છે. સિંગર પોતાના હાથની મદદથી પોતાની જાતને પડતાં બચાવે છે અને પછી હસતાં હસતાં સ્ટેજ પર પહોંચે છે. મલાઈકા અરોરા એપી ધિલ્લોનો ચાઈલ્ડ હૂડ ક્રશ એપી ધિલ્લોને કોન્સર્ટ દરમિયાન મલાઈકા અરોરાને સ્ટેજ પર બોલાવી હતી. મલાઈકાને તેના ગીતો પર ડાન્સ કરવાની ખૂબ મજા આવી હતી. આ દરમિયાન એપી ધિલ્લોને તેને ગળે લગાવી અને તેમની તરફ જોઈને સોંગ પણ ડેડિકેટ કર્યું હતું. તેણે એ પણ એનાઉન્સ કર્યું કે મલાઈકા અરોરા તેની ચાઈલ્ડ હૂડ ક્રશ છે. સિંગરે મલાઈકા માટે ‘વિથ યુ’ સોંગ પણ ડેડિકેટ કર્યું હતું. મલાઈકાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી સેક્શનમાં તેની ઝલક બતાવીને સિંગરનો આભાર માન્યો છે. એક્ટ્રેસે લખ્યું, તે ખૂબ જ સુંદર સરપ્રાઈઝ હતી, થેન્ક યુ એપી ધિલ્લોન. મલાઈકા અરોરા આ કોન્સર્ટમાં બ્લેક લેધરનો મીની ડ્રેસ પહેરીને પહોંચી હતી. એપી ધિલ્લોને 360 ડિગ્રી સ્ટેજ પર તેના ટ્રેન્ડિંગ ગીતો પર પરફોર્મ કર્યું હતું. એપી ધિલ્લોન ઈન્ડિયા ટૂરની ડિટેલ 7મી ડિસેમ્બરે મુંબઈ કોન્સર્ટ પછી, એપી ધિલ્લોન 14મી ડિસેમ્બરે દિલ્હીમાં અને 21મી ડિસેમ્બરે ચંદીગઢમાં પરફોર્મ કરશે. સપ્ટેમ્બરમાં આ ઈન્ડિયા ટૂરની જાહેરાત કરી હતી. મલાઈકાનાં લુકથી કોન્સર્ટમાં ચાર ચાંદ લાગ્યા
મલાઈકાએ તેના સિઝલિંગ લુકથી કોન્સર્ટમાં ચાર ચાંદ લગાડી દીધા હતાં. મલાઈકા શોર્ટ ડ્રેસમાં જોવા મળી હતી. તેણે હાઈ હીલ્સ અને સ્લિંગ બેગ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. ખુલ્લા વાળ અને લાઇટ ગ્લોઇંગ મેકઅપમાં મલાઇકા ગ્લેમરસ દેખાતી હતી. કોણ છે એપી ધિલ્લોન?
31 વર્ષીય સિંગર એપી ધિલ્લોન પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. વર્ષ 2020માં એપી ધિલ્લોને ‘બ્રાઉન મુંડે’ ગીતથી દેશભરમાં ઓળખ મળી. આ ગીતમાં સિંગર સિદ્ધુ મૂસેવાલા પણ જોવા મળ્યો હતો.