ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ એડિલેડમાં રમાઈ રહી છે. રવિવારે આ ડે-નાઈટ ટેસ્ટનો ત્રીજો દિવસ છે અને પ્રથમ સત્ર ચાલી રહ્યું છે. બીજી ઇનિંગમાં ટીમ ઈન્ડિયા તરફથી નીતિશ રેડ્ડી અને રવિચંદ્રન અશ્વિન ક્રિઝ પર છે. રિષભ પંત (28 રન) મિચેલ સ્ટાર્કની બોલિંગમાં સ્ટીવ સ્મિથના હાથે કેચ આઉટ થયો હતો. શનિવારે એડિલેડ ઓવલ ખાતે ઓસ્ટ્રેલિયાએ તેની પ્રથમ ઇનિંગમાં 337 રન બનાવ્યા હતા, જેમાં ટ્રેવિસ હેડે સદી ફટકારી હતી. ભારતે ટૉસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું, પરંતુ ટીમ 180 રન જ બનાવી શકી. બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત (IND): રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવિચંદ્રન અશ્વિન, હર્ષિત રાણા, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ. ઓસ્ટ્રેલિયા: પેટ કમિન્સ (કેપ્ટન), નાથન મેકસ્વીની, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, એલેક્સ કેરી (વિકેટકીપર), મિચેલ સ્ટાર્ક, નાથન લાયન અને સ્કોટ બોલેન્ડ.