દાહોદની મુલાકાતે આવેલા ભારત સરકારના મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન, ડેરી અને પંચાયતી રાજના રાજ્યમંત્રી એસ. પી. સિંઘ બઘેલે દાહોદના ખરેડી ખાતે આવેલ એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલની મુલાકાત લઈ જરૂરી સુચનો આપ્યા હતા. દાહોદ જીલ્લાના પ્રવાસે આવેલ રાજ્યમંત્રી ડૉ. એસ. પી. સિંઘ બઘેલએ દાહોદ જીલ્લાના ખરેડી ખાતે આવેલ એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન મંત્રીએ દ્વારા શિક્ષક સ્ટાફ સાથે એજ્યુકેશન અંગેની મહત્વની બાબતો પર ભાર મૂકીને ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત એજ્યુકેશન પર વિશેષ ભાર મુકવા માટેની સૂચના આપવામાં આવી હતી. આ મુલાકાત દરમ્યાન જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, નિવાસી અધિક કલેકટર જે. એમ. રાવલ, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક બી. એમ. પટેલ, દાહોદ પ્રાંત અધિકારી મિલિન્દ દવે, અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.