અનુરાગ કશ્યપની દીકરી આલિયા કશ્યપ આખરે તેના બોયફ્રેન્ડ શેન ગ્રેગોયર સાથે લગ્ન કરવા જઈ રહી છે. ફેમસ સ્ટાર કિડ્સમાંથી એક આલિયાના લગ્નની વિધિઓ પણ શરૂ થઈ ગઈ છે. અનુરાગે દીકરીની પીઠીનાં ફોટો શેર કર્યા છે. અનુરાગ કશ્યપ અને તેની પ્રથમ પત્ની આરતી બજાજની દીકરી આલિયા કશ્યપ 23 વર્ષની છે. તે લાંબા સમયથી શેનને ડેટ કરી રહી હતી. ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં, આલિયાએ શેન સાથે સગાઈ કરી હતી. આલિયા કશ્યપ 11 ડિસેમ્બરે શેન સાથે લગ્ન કરશે. અહેવાલો અનુસાર, તે મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સ સ્થિત બોમ્બે ક્લબમાં લગ્ન યોજાશે. આલિયા કશ્યપની હલ્દી સેરેમનીનાં ફોટા
પ્રોફેશનલ બ્લોગર આલિયા કશ્યપના લગ્નની વિધિઓ આજથી શરૂ થઈ ગઈ છે. તેની ઝલક ખુદ પિતા અનુરાગ કશ્યપે બતાવી છે. એક્ટર-ડિરેક્ટર અનુરાગે તેની દીકરી આલિયાની હલ્દી સેરેમનીનો ફોટો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે. આલિયા કશ્યપની બાજુમાં જ્હાન્વી કપૂરની બહેન અને એક્ટ્રેસ ખુશી કપૂર પણ જોવા મળે છે, જે અનુરાગ કશ્યપની દીકરીની બેસ્ટ ફ્રેન્ડ છે. આલિયાનો ફોટો શેર કરતી વખતે અનુરાગે કેપ્શનમાં હાર્ટ ઈમોજી શેર કર્યું છે. બોલિવૂડની અનેક હસ્તીઓ તેને શુભેચ્છા પાઠવી રહી છે. આલિયા કશ્યપે પણ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર હલ્દી સેરેમનીની સુંદર તસવીરો શેર કરી છે. એક તસવીરમાં વરરાજો તેની દુલ્હન પર પોતાનો પ્રેમ વરસાવી રહ્યો છે, જ્યારે બીજી તસવીરમાં આલિયા તેના ભાવિ પતિના ખોળામાં હસતી જોવા મળે છે. આલિયા કશ્યપની બેચલોરેટ પાર્ટી
હલ્દી સેરેમની પહેલા આલિયા કશ્યપે તેના મિત્રો સાથે બેચલરેટ પાર્ટીની મજા માણી હતી. ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર કેટલીક તસવીરો પણ સામે આવી છે, જેમાં તે ખુશી કપૂર સહિત કેટલાક મિત્રો સાથે જોવા મળી હતી. આ દરમિયાન, આલિયા સફેદ ડ્રેસમાં અદ્ભુત લાગી રહી હતી, જ્યારે તેની બ્રાઈડમેટ્સે ગુલાબી ડ્રેસમાં જોવા મળી હતી.