back to top
Homeગુજરાતસોડિયમ નાઇટ્રેટથી 12 હત્યા કરનારા તાંત્રિકનું પોલીસ કસ્ટડીમાં મોત:પરિવારના 3 લોકોને પણ...

સોડિયમ નાઇટ્રેટથી 12 હત્યા કરનારા તાંત્રિકનું પોલીસ કસ્ટડીમાં મોત:પરિવારના 3 લોકોને પણ પતાવી દીધા હતા, અમદાવાદમાં ફેક્ટરી માલિકની હત્યાનો પ્લાન ઘડ્યો ને દબોચાયો હતો

તાંત્રિક વિધિ કરીને ચાર ગણા પૈસા કરી આપવાના નામે લોકો સાથે છેતરપિંડી કરનારા તાંત્રિક નુવલસિંહ ચાવડાની સરખેજ પોલીસે પાંચ દિવસ પહેલાં ધરપકડ કરી હતી. જેનું આજરોજ રિમાન્ડ દરમિયાન મોત નીપજ્યું છે. આરોપીએ નુવલસિંહે સોડિયમ નાઇટ્રેટથી 12 હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસ સમક્ષ 12 મર્ડર કર્યાની પણ કબુલાત કરી
સરખેજ પોલીસ દ્વારા ૩ ડિસેમ્બરના રોજ નવલસિંહ ચાવડાને એરેસ્ટ કરવામાં આવ્યો હતો. જે બાદ કોર્ટ દ્વારા તેના રિમાન્ડ મંજૂર થતાં આરોપી 10 ડિસેમ્બર સુધી રિમાન્ડ પર હતો. રિમાન્ડ દરમિયાનની તપાસમાં જાણવા મળ્યું કે, નવલસિંહ ચાવડા તાંત્રિક હતો અને તેણે તાંત્રિક વિધિના બહાને આર્થિક ફાયદા માટે કુલ 12 મર્ડર કર્યા હતા. દરેક હત્યામાં સોડિયમ નાઈટ્રાઈટનો ઉપયોગ કર્યો હતો. જેમાં 1 મર્ડર અસલાલીમાં, 3 સુરેન્દ્રનગર, 3 રાજકોટના પડધરી ખાતે, 1 અંજાર, 1 વાંકાનેર તથા 3 પોતાના પરિવારમાંથી મર્ડર કરેલાની કબૂલાત કરી હતી. આજરોજ તાંત્રિક નવલસિંહની પોલીસ કસ્ટડીમાં એકાએક તબિયત બગાડતા તે ઢળી પડ્યો હતો. સારવાર દરમિયાન તેણે હોસ્પિટલમાં દમ તોડ્યો છે. લોકોને મોતને ઘાટ ઉતારવા આરોપી સોડિયમ નાઈટ્રેટનો ઉપયોગ કરતો
નવલસિંહ તાંત્રિક વિધીથી પૈસા ચાર ગણા કરી આપવાનું કહીને લોકોને દારૂમાં સોડિયમ નાઈટ્રેટ ભેળવીને પીવડાવી દઈ મોતને ઘાટ ઉતારી દઈ પૈસા-દાગીના લૂંટી લેતા ભુવા નવલસિંહની સરખેજ પોલીસે ધરપકડ કરી હતી. ભુવાએ પોલીસ પુત્ર અને ફેક્ટરી માલિકને શકંજામાં લીધો હોવાની જાણ થતા ટેકસી ચાલકે પોલીસને માહિતી આપતા ભુવાને ઝડપી લીધો હતો. સાણંદના પરમગ્રીલ બંગલોઝમાં રહેતા અભીજીતસિંહ રાજપૂત ચાંગોદરમાં ફેક્ટરી ધરાવે છે. તેમને ભુવા નવલસિંહ ચાવડાએ તાંત્રિક વિધિ દ્વારા એક કા ચાર કરી આપવાની લાલચ આપી હતી. ભુવાએ ફેક્ટરીના માલિકને સનાથલ ખાતે 15 લાખ રૂપિયા લઈને બોલાવ્યો હતો. ત્યારબાદ તાંત્રિક વિધિના નામે માલિકને પ્રવાહી પદાર્થમાં ઝેરી પદાર્થ ભેળવીને વિધિના બહાને પીવડાવી તેની હત્યાનું પ્લાનિંગ કર્યું હતું. અભીજીતસિંહ સાથે જતા ડ્રાઈવર જીગર ગોહિલનો ભાઈ 2021માં નવલસિંહના શકંજામાં આવ્યા બાદ તેનું શંકાસ્પદ મૃત્યુ થયું હતું. જેથી જીગરને શંકા જતા તેણે પોલીસને જાણ કરી હતી. જેતે સમયે સરખેજ પીઆઈ આર. કે. ધુળીયાએ જણાવ્યું હતુ કે, નવલસિંહે બીજા દિવસે અભીજીતસિંહને મમતપુરા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સમાજની મેચ હોવાથી ત્યાં 5 લાખ અને દાગીના મળીને કુલ રૂ.15 લાખ લઈને બોલાવ્યો હતો. તે પહેલા જ પોલીસે તેને ઝડપી લીધો હતો. ભુવાના શકંજામાં આવેલા 3 વ્યક્તિના શંકાસ્પદ મોત
ભુવા નવલસિંહ 1 વર્ષ પહેલા અમદાવાદ રહેવા આવી ગયો હતો. તેમ છતાં તે અવારનવાર તાંત્રિત વિધી માટે વઢવાણ જતો હતો. ચાલુ વર્ષે માર્ચ મહિનામાં નવલસિંહના શકંજામાં આવેલા વઢવાણના 3 વ્યકિતના શંકાસ્પદ મૃત્યુ થયા હતા. જેથી સરખેજ પોલીસની ટીમ ત્યાં જઈને તે ત્રણેય મૃત્યુની તપાસ કરશે. દારૂમાં સોડિયમ નાઈટ્રેટ ભેળવીને પીવડાવી હત્યા કરતો
આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, નવલસિંહ જે પણ વ્યકિતને શકંજામાં લે તેને દારૂમાં સોડિયમ નાઈટ્રેટ ભેળવીને પીવડાવી દેતો હતો. આ પીધા બાદ જે તે પીડિત વ્યક્તિ 15 થી 30 મિનિટમાં તેને હાર્ટ એટેક આવી જતો હતો અથવા તો શરીરના અંગો નિષ્ક્રીય થઈ જતા હતા. જેથી માણસનું એટેક આવવાથી અથવા તો તેની મુલાકાત લીધા બાદ માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. લોકોને શકંજામાં લેવા માટે નવલસિંહ યુટ્યુબ ઉપર મોજે મસાણી નામની ચેનલ ચલાવતો હતો. શું હતી સમગ્ર ઘટના?
સાણંદના નવાપુરામાં રહેતા અને ચાંગોદર ખાતે ફેક્ટરી ધરાવી કોસ્મેટિક ટ્રેડિંગનું કામ કરતા અભિજિતસિંહ રાજપૂતને તેમના સંબંધીએ કહ્યું હતું કે, નવલસિંહ અરવિંદસિંહ ચાવડા વઢવાણ મહાણી મેલડી માતાના ભૂવાજી છે અને તે તાંત્રિક વિદ્યા જાણે છે, તેના આધારે ચાર ગણા રૂપિયા કરી શકે છે. જેથી ગત 30 નવેમ્બરે રાત્રિના સમયે અભિજિતસિંહે નવલસિંહને મેસેજ કર્યો હતો, જેથી ફોન કરતા તેને મળવા બોલાવ્યો હતો. અભિજિતસિંહ સફારી કાર લઇને નવલસિંહને તેના ઘર પાસે મળવા ગયો હતો. બાદમાં બંને કારમાં બેસીને વાતો કરતા હતા. જેમાં નવલસિંહે કેટલા રૂપિયા પડ્યા છે, પૂછતા અભિજિતસિંહે પાંચ લાખ જેટલા છે. જેથી ભુવા નવલસિંહે ગત 1 ડિસેમ્બરે મમતપુરા પાસે સમાજની ક્રિક્રેટ મેચ છે તો તું ત્યાં રૂપિયા અને દાગીના લઇને સનાથળ આવી જજે ત્યારે વિધિ કરી રૂપિયા ચાર ગણા કરી આપીશ, તેવું કહ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments