ભારતીય બજારમાં તીવ્ર વધઘટને જોતાં, મોટાભાગના રોકાણકારો ઓછા જોખમ સાથે ગેરંટીકૃત વળતર ઇચ્છે છે. આવા રોકાણકારો માટે આરબીઆઈ ફ્લોટિંગ રેટ સેવિંગ્સ બોન્ડ (એફઆરએસબી) વધુ સારો વિકલ્પ બની શકે છે. આ બોન્ડ્સ પરનો વ્યાજ દર હંમેશા નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) પરના વ્યાજ દર કરતાં 0.35% વધારે રાખવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો NSC સ્કીમ વાર્ષિક 7% વ્યાજ આપે છે, તો FRSB 7.35% વ્યાજ આપશે. હાલમાં FRSB પર વાર્ષિક 8.05% વ્યાજ દર છે. નામ સૂચવે છે તેમ, આ બોન્ડ ફ્લોટિંગ રેટ પર આધારિત છે. મતલબ કે વ્યાજ દર છ મહિને બદલાય છે. આનો સીધો સંબંધ ડેટ માર્કેટના ટ્રેન્ડ સાથે છે. જોકે આ માર્કેટમાં વધઘટ ઓછી છે. RBI ફ્લોટિંગ રેટ સેવિંગ્સ બોન્ડ કોના માટે વધુ સારું છે? RBI ફ્લોટિંગ રેટ સેવિંગ્સ બોન્ડ કેવી રીતે ખરીદવું?
આ બોન્ડ આરબીઆઈની રીટેલ ડાયરેક્ટ વેબસાઈટ, બેંકોની એપ/સાઈટ, બેંક શાખા અથવા પોસ્ટ ઓફિસ પરથી ખરીદી શકાય છે. PAN આવશ્યક છે, લઘુત્તમ રોકાણ ~1000 છે અને મહત્તમ રોકાણ અમર્યાદિત છે.