બી-ટાઉનનું ફેમસ કપલ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન લાંબા સમયથી સંબંધો અને છૂટાછેડાના સમાચારોને કારણે ચર્ચામાં છે. જો કે, બંનેમાંથી કોઈએ હજુ સુધી આ સમાચારો અંગે પોતાનું મૌન તોડ્યું નથી. હાલમાં જ બંને એક ઈવેન્ટમાં સાથે જોવા મળ્યા હતા અને ત્યારની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ હતી. આ દરમિયાન અભિષેક બચ્ચન એક્ટર રિતેશ દેશમુખના શો ‘કેસ તો બનતા હૈ’માં પહોંચ્યો હતો. રિતેશે જુનિયર બચ્ચને અનેક સવાલો કર્યા
જ્યાં તેણે રિતેશના અનેક સવાલોના જવાબ આપ્યા હતા. સાથે જ રિતેશે જુનિયર બચ્ચન અને ઐશ્વર્યા રાયને બીજી વખત માતા-પિતા બનવાની પણ સલાહ આપી. ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયે 2007માં લગ્ન કર્યા હતા. જેના 4 વર્ષ બાદ બંનેની દીકરી આરાધ્યાનો જન્મ થયો હતો. હવે આરાધ્યા 13 વર્ષની થઈ ગઈ છે. તમે બીજીવાર માતા-પિતા ક્યારે બનશો?
‘કેસ તો બનતા હૈ’ શોમાં રિતેશે મજાકમાં અભિષેકને કહ્યું હતું કે, ‘અમિતાભ જી, ઐશ્વર્યા, આરાધ્યા અને તમે અભિષેક, બધાના નામ ‘એ’ થી શરૂ થાય છે. તો જયા આંટી અને શ્વેતાનો શું વાંક? આના પર અભિષેક જોરથી હસવા લાગે છે અને કહે છે, આ વિશે પૂછવું પડશે. પરંતુ કદાચ અમારા પરિવારમાં આ એક પરંપરા બની ગઈ છે. અભિષેક, આરાધ્યા. ત્યારે રિતેશ તેને અટકાવે છે અને કહે છે, ‘આરાધ્યા પછી?’ અભિષેકે હસતાં હસતાં કહ્યું, ના, હવે પછીની પેઢી ક્યારે આવશે તે જોઈશું. જુનિયર બચ્ચન શરમાઈ ગયો
રિતેશે તરત જ ઉમેર્યું, ‘આટલી લાંબી રાહ કોણ જુએ છે?’ જેમ કે રિતેશ, રિયાન, રાહિલ. એવી રીતે અભિષેક, આરાધ્યા. આના પર અભિષેક શરમાઈ ગયો અને કહ્યું, થોડી ઉંમરની શરમ રાખ, રિતેશ. હું તારા કરતા મોટો છું. આ પછી રિતેશે અભિષેકના પગને સ્પર્શ કર્યો અને આ દ્રશ્ય જોઈને બધા જોર જોરથી હસવા લાગ્યા. તાજેતરમાં જ અભિષેક અને ઐશ્વર્યાએ છૂટાછેડાની અફવાઓને ફગાવી દીધી હતી અને લગ્નના રિસેપ્શનમાં સાથે જોઈને બધાને ચોંકાવી દીધા હતા. બંનેએ ત્યાં એકસાથે ઘણા ફોટા ક્લિક કર્યા છે, જે હજુ પણ વાઈરલ થઈ રહ્યા છે.