આંબોલી | વલથાણ ખાતે આવેલું દક્ષિણ ગુજરાત વીજ કંપની વાળું ડી.પી ખુલ્લુ અને જોખમી હાલતમાં જોવા મળે છે.કામરેજના વલથાણથી માંકણા ગામ તરફ જતા જમણી તરફ આવેલી શિવધારા સોસાયટીની નજીક જ જાહેર રોડ પર આવેલું ભારે વીજ દબાણ વાળું અને લોખંડની પટ્ટી વાળી ગ્રીલથી ચારે તરફ કોર્ડન કરેલા વીજ ટ્રાન્સફોર્મર રોડ બાજુથી ખુલ્લું જોવા મળે છે.દિવસ રાત વાહન વ્યવહાર તેમજ રાહદારીઓની અવર જવર વાળા જાહેર માર્ગ નજીક જ ડી.પી ખુલ્લી હાલતમાં હોય કોઈ જાન હાની સહિતની દુર્ધટના સર્જાય શકે છે.વલથાણ ગામના જવાબદાર સત્તાધીશો ખુલ્લી હાલત વાળા ડી.પી અંગે જીઇબી અધિકારીઓનું ધ્યાન દોરશે કે પછી ઘી ના ઠામમાં ઘી જ પડી રહેશે ? તમારા વિસ્તારમાં કોઈ સમસ્યા હોય તો આ નંબર પર વોટ્સઅપ કરો. સુરત જિલ્લો 9099077676, તાપી જિલ્લો 9825560118