‘યે સબ ધૂઆં હૈ, કોઈ આસમાન થોડી હૈ.. અગર ખિલાફ હૈ, તો હોને દો જાન થોડી હૈ.. સભી કા ખૂન સામીલ હૈ ઇસ મિટ્ટી મેં.. કિસી કે બાપ કા હિન્દુસ્તાન થોડી હૈ..’ આ પંક્તિ પ્રખ્યાત કવિ અને લેખક રાહત ઈન્દોરીની છે. પંજાબી સિંગર દિલજીત દોસાંજે રવિવારે ઈન્દોરમાં પરફોર્મ કર્યું હતું અને આ દરમિયાન તેણે હેટર્સને આ શેર સંભળાવીને મેસેજ પણ આપ્યો હતો.દિલજીતે આ સંદેશ એવા ઈશારામાં આપ્યો છે જ્યારે બજરંગ દળના સભ્યોએ ઈન્દોરમાં તેની અને તેના કોન્સર્ટનો વિરોધ કર્યો હતો અને કાર્યક્રમમાં દારૂ અને માંસના ખુલ્લેઆમ વેચાણનો વિરોધ કર્યો હતો. દિલજીત કોન્સર્ટ દરમિયાન રોકાઈ ગયો અને રાહત ઈન્દોરીની પ્રખ્યાત પંક્તિઓ ‘કિસી કે બાપ કા હિન્દુસ્તાન થોડી હૈ’ બોલ્યો. તેણે એવી રીતે ગર્જના કરી કે પ્રેક્ષકો ઉત્સાહિત થઇ ગયા. વિહિપ-બજરંગ દળના સભ્યોએ કોન્સર્ટ સામે વિરોધ નોંધાવ્યો હતો
VHP ના સભ્યએ કહ્યું કે, ‘અમે અહીં થતી લવ જેહાદની ઘટનાને લઈને પણ સતર્ક છીએ. અમે શહેરમાં સંસ્કૃતિની રક્ષા માટે જાહેરમાં દારૂ અને માંસાહાર પિરસાવવાનો વિરોધ કરીએ છીએ. આ તો ફક્ત ટ્રેલર છેઃ બજરંગ દળ
શનિવારે, બજરંગ દળના સભ્યોએ ‘જય જય શ્રી રામ’ અને ‘દેશ કા બલ, બજરંગ દલ’ જેવા નારા લગાવતા જોવા મળ્યાં. એક સભ્યએ કહ્યું, ‘આ આજે બજરંગ દળનું ટ્રેલર હતું, અમે કાલે આખી ફિલ્મ બતાવીશું.’ સ્ટેજની આસપાસ બીયર અને માંસાના ફૂડ સ્ટોલ લાગેલા હતા
બજરંગ દળ વિભાગના મંત્રી યશ બચાનીએ કહ્યું કે સ્ટેજની ચારે બાજુ દારૂ અને બિયર કંપનીઓના મોટા સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. માંસાહારી વાનગીઓના સ્ટોલ લાગેલા હતા. બજરંગ દળ ખુલ્લા પરિસરમાં કોઈપણ મનોરંજનનો વિરોધ કરતું નથી પરંતુ અમે શહેરની સંસ્કૃતિ સાથે છેડછાડને સાંખીશું નહીં. જાહેરમાં દારૂની નથી આપી સંમતિ
સમગ્ર વિષય પર ઝોન-2 ના ડીસીપી અમરેન્દ્ર સિંહે આશ્વાસન આપ્યું હતું કે, ઇન્દોર પોલીસ સ્થિતિને ગંભીરતાથી લઈ રહી છે. અમરેન્દ્ર સિંહે કહ્યું કે, ‘ઇન્દોર પોલીસ કાયદા-વ્યવસ્થાની સ્થિતિ, મહિલા સુરક્ષા અને નશાકારક દવાઓના દુરૂપયોગના મામલાને ગંભીરતાથી લે છે. અમે અહીં જાહેરમાં દારૂ પિરસવું અને તેના સેવનની સંમતિ નથી આપી. અમે દરેક વાતને ધ્યાનમાં લઈ રહ્યા છીએ.’