back to top
Homeબિઝનેસકોરોના રેમેડિઝનો વુમન હોર્મોન દવાનો નવો પ્લાન્ટ:5 લાખથી શરૂ થયેલી કંપનીનું આજે...

કોરોના રેમેડિઝનો વુમન હોર્મોન દવાનો નવો પ્લાન્ટ:5 લાખથી શરૂ થયેલી કંપનીનું આજે 1200 કરોડનું ટર્નઓવર, MD-CEO નિરવ મહેતાએ જણાવ્યા ફ્યૂચર પ્લાન

ભારતની સૌથી ઝડપતી વિકસતી ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ પૈકીની એક કોરોના રેમેડીઝ પ્રાઈવેટ લિમિટેડનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ રાજકોટ-અમદાવાદ હાઈવે પર બાવળાથી આગળ ભાયલા પાસે છે. અહીં જ અત્યાધુનિક હોર્મોનલ પ્રોડક્ટનો પ્લાન્ટ તૈયાર છે. આ ફેસેલિટીનું બાંધકામ પૂરું થઈ ગયું છે. હોર્મોનલ દવાઓનું પ્રોડક્શન 2026થી શરૂ થવાની ધારણા છે. કોરોના રેમેડિઝ કંપની વુમન હેલ્થકેરમાં અગ્રેસર છે અને હોર્મોનલ પ્રોડક્ટમાં વુમન હેલ્થકેર સેગમેન્ટમાં આ મહત્વનું પગલું છે. આ અંગેની મહત્વની માહિતી કોરોના રેમેડિઝના ફાઉન્ડર મેનેજિંગ ડાયરેક્ટર અને CEO નિરવ મહેતાએ અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર વિરલ સીતવાલાએ આપી હતી. કોરોના રેમેડિઝના પ્લાન્ટમાં શું છે?
આપણે રાજકોટ-અમદાવાદ હાઈવે પરથી પસાર થઈએ એટલે કોરોના રેમેડિઝનો મોટો પ્લાન્ટ દેખાય. બહારથી વિશાળ દેખાતો પ્લાન્ટ અંદરથી ખૂબ જ મોટો છે. દવાનું મેન્યુફેક્ચરિંગ ક્યા ક્યા સ્ટેજમાં થાય છે, તે પણ સમજવા જેવું છે. પહેલાં ચેન્જિંગ રૂમ આવે છે. તેમાં ખાસ પ્રકારના એન્ટિબેક્ટેરિયલ વસ્ત્રો પહેરવાના હોય છે. શૂઝને પણ પ્લાસ્ટિક કવર કરવાના હોય છે. માથા પર પ્લાસ્ટિક કેપ પહેરવાની હોય છે. ખાસ પ્રકારનો કોટ અને પેન્ટ પહેરીને પ્લાન્ટની વિઝિટ લેવાની હોય છે. મીડિયાને પ્લાન્ટની વિઝિટ કરાવતી વખતે એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર વિરલ સીતવાલાએ સાથે રહીને પ્લાન્ટની સિસ્ટમ વિશે સમજણ આપી હતી. પહેલાં બહારથી દવા બનાવવા માટેનું રો મટીરિયલ આવે છે. આ રો મટીરિયલની ક્વોલિટી, વજન અને ડોક્યુમેન્ટ ચેક થાય છે. તેના માટેનો ખાસ એરિયા છે. રો મટીરિયલનું ત્રણ પ્રકારે ક્વોલિટી ચેકિંગ થાય છે. જેમ જેમ ચેકિંગ થતું જાય તેમ તેમ માર્ક થતા જાય. ક્યું રો મટીરિયલ કઈ પ્રકારની દવામાં વપરાશે તે નક્કી હોય છે. જરૂર પડ્યે રો મટીરિયલને ક્વોરન્ટાઈન રૂમમાં રખાય છે. બે-પાંચ રો મટીરિયલ ભેગા કરીને દવા બને છે. આ પ્રક્રિયા પણ લાંબી છે. ટેસ્ટેડ રો મટીરિયલને સ્ટોરેજ કરવા વિશાળ વિભાગ છે. ત્યાં તાપમાન 25 ડિગ્રી મેઈન્ટેન રહે છે. આમ તો આખા પ્લાન્ટમાં 25 ડિગ્રી મેઈન્ટેન રહે છે. પછી આ ફર્મા મિક્સ કરીને ચોક્કસ પ્રક્રિયાથી મિક્સ કરીને દવા બનાવાય છે. દવાની ટેબલેટ એક મશીનમાં બને છે. તે દરેક ટેબલેટનું વજન થાય છે. જેથી કોઈ ટેબલેટ વત્તા-ઓછા વજનની ન બની જાય. વજન થયા પછી પેકિંગમાં જાય છે. પેકિંગ મટીરિયલ પણ બહારથી આવે છે અને તે પણ સર્ટીફાઈડ હોય છે. પેકિંગ પણ મશીનની અંદર થાય છે. ધડાધડ પેકેટો તૈયાર થઈ જાય છે. તે બોક્સમાં ભરાય છે અને બોક્સ પેકિંગ પણ દવાના વજન અને ડિસ્ટન્સના આધારે થાય છે. કોરોના રેમેડિઝ કેટલું ઉત્પાદન કરે છે?
કોરોના રેમેડિઝની ઓફિસ અમદાવાદમાં એસ.જી.હાઈવે પર ગુરુકૂળની બાજુમાં છે. મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ભાયલા પાસે છે. 20 વર્ષથી ચાલી રહેલી આ કંપનીએ જેટ ગતિએ પ્રગતિ કરી છે. 6 ડિસેમ્બર 2004ના દિવસે 5 લાખના રોકાણ સાથે શરૂ થયેલી આ કંપનીનું ટર્નઓવર 1200 કરોડથી વધારે છે. 2007માં હિમાચલ પ્રદેશના સોલનમાં પ્લાન્ટ શરૂ કર્યો. ત્યાં જે દવાઓ અને સિરપ બને છે તે એક્સપોર્ટ થાય છે. અમદાવાદના પ્લાન્ટમાં વર્ષે 60 કરોડ ટેબલેટ, 25 કરોડ કેપ્સ્યુલ અને બે કરોડ સિરપ બોટલ બને છે. તો હિમાચલના સોલનના પ્લાન્ટમાં વર્ષે 40 કરોડ ટેબલેટ અને 1 કરોડ સિરપ બોટલ બને છે. કોરોના રેમેડિઝ શા માટે હોર્મોનલ દવાઓ બનાવશે?
કંપનીના હોર્મોનલ પ્લાન્ટ વિશે માહિતી આપતાં MD અને CEO નિરવ મહેતાએ કહ્યું કે, અમારી કંપનીએ 2008માં વુનમ હેલ્થકેરની પ્રોડક્ટસ બનાવવાનું શરૂ કર્યું. ત્યારે એવો ખ્યાલ નહોતો કે વુમન હેલ્થકેરની ડિમાન્ડ વધી જશે. અત્યારે વુમન હેલ્થકેર સેગમેન્ટમાં કોરોના રેમેડિઝ ટોપ-10માં સ્થાન પામે છે. અમારી 100 સાયન્સ્ટિની ટીમ છે. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ છે. એમના અભ્યાસમાં એવું જાણવા મળ્યું કે, અત્યારે લોકોની લાઈફ સ્ટાઈલ ચેન્જ થઈ ગઈ છે. ફૂડ સાયકલ ચેન્જ થઈ ગઈ છે. ડાયાબિટીસ, હાયપરટેન્શનની બીમારી વધી ગઈ છે. તેની સીધી અસર મહિલાઓના હોર્મોન્સમાં થઈ રહી છે. માસિક અનિયમિત થઈ રહ્યાં છે. માટે હોર્મોન્સ સ્ટેબલ કરે અથવા હોર્મોન્સને સારી ઈફેક્ટ કરે તેવી દવાની જરૂર જણાઈ. એટલે કોરોના રેમેડિઝના પ્લાન્ટમાં જ બેકસાઈડ હોર્મોન્સ પ્લાન્ટ બનાવ્યો છે. જ્યાં અત્યારે પ્રાથમિક કામ ચાલુ છે પણ હોર્મોનની આ દવાઓ માર્કેટમાં મળતાં 2026 થઈ જશે. હોર્મોન્સની દવાઓનો પ્લાન્ટ 150 કરોડના ખર્ચે બન્યો છે. તેમણે એમ પણ કહ્યું કે, અત્યારે કંપનીનું ટર્નઓવર 1200 કરોડ છે પણ આવનારા દિવસોમાં આ ટર્નઓવર ડબલ કરવાની એટલે કે 2500 કરોડનું કરવાની અમારી નેમ છે. કોરોના રેમેડીઝ વવમેન્સ હેલ્થ સેગમેન્ટમાં પહેલેથી જ મજબૂત સ્થિતિ ધરાવે છે અને ફિમેલ હોર્મોન કેટેગરીમાં તેનો બજાર હિસ્સો 4 ટકા જેટલો છે. કંપની પ્રોજેસ્ટેરોન, ડાયડ્રોજેસ્ટેરોન અને નોરથિસ્ટેરોન જેવી મુખ્ય પ્રોડક્ટ્સમાં લીડરશિપ સાથે ભારતીય માર્કેટમાં ટોચની 10 કંપનીઓમાં સ્થાન ધરાવે છે. કંપનીનું હાલનું મેન્યુફેક્ટરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર WHO-GMP અને EU-GMP સર્ટીફાઈડ છે અને તે કાર્ડિયોવાસ્ક્યુલર કેર, ન્યૂરોપથી, પેઈન મેનેજમેન્ટ અને યુરોલોજી સહિતના ક્ષેત્રોમાં તેના વ્યાપક પોર્ટફોલિયોને સપોર્ટ કરે છે. 80થી વધુ પ્રોજેક્ટ્સ પર કામ કરતા 100થી વધુ વૈજ્ઞાનિકોનો સ્ટાફ ધરાવતા બે ડીએસઆઈઆર- અપ્રૂવ્ડ RD સેન્ટર્સ નવું નવું સંશોધન કરે છે. આ નવી હોર્મોન ફેસેલિટી એડવાન્સ્ડ ઓટોમેશન અને AI ટેકનોલોજીસને સંકલિત કરશે. કંપનીની વધારે વિગતો માટે https://www.coronaremedies.com પર વિઝિટ કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments