back to top
Homeગુજરાતડ્રગ્સના 'એપી સેન્ટર' સમાન રાંદેરમાં બનશે એન્ટી નાર્કોટિક્સ યુનિટ:સુરતમાં થતા NDPSના કુલ...

ડ્રગ્સના ‘એપી સેન્ટર’ સમાન રાંદેરમાં બનશે એન્ટી નાર્કોટિક્સ યુનિટ:સુરતમાં થતા NDPSના કુલ કેસોમાંથી 70 ટકા રાંદેર વિસ્તારના, બંધ પડેલી ફેક્ટરીઓ પણ પોલીસના રડારમાં

સુરત શહેરમાં છેલ્લા 4 વર્ષોમાં 43 કરોડના નશાકારક પદાર્થ ને સુરત પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ છે. આટલી મોટી માત્રામાં ડ્રગ્સ અને નશાકારક પદાર્થો મળી આવ્યા બાદ પોલીસે ડ્રગ્સ સપ્લાય કરનારા અને વૉન્ટેડ આરોપીઓની ધરપકડ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તાજેતરમાં સુરત શહેરમાં એક એન્ટી-નાર્કોટિક્સ એકમ (યુનિટ) શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ હવે નશાની સમસ્યાને નિયંત્રિત કરવા માટે સુરત પોલીસ ટૂંક સમયમાં એક વધુ નાર્કોટિક્સ યુનિટ સુરત શહેરના ડ્રગ્સ એપી સેન્ટર તરીકે ગણાતા રાંદેર વિસ્તારમાં શરૂ કરશે. રાંદેર વિસ્તારને ડ્રગ્સ માફિયાઓનું ગઢ માનવામાં આવે છે. સુરતમાં અત્યાર સુધી નોંધાયેલા તમામ ડ્રગ્સના કેસોમાંથી આશરે 70 ટકા કેસો રાંદેર વિસ્તાર સાથે જ કોઈ ને કોઈ રીતે જોડાયેલા છે. આ જ કારણસર સુરત પોલીસ હવે રાંદેર વિસ્તારમાં બીજા એન્ટી-નાર્કોટિક્સ એકમની સ્થાપના કરવા જઈ રહી છે. અગાઉ યુનિટ એક સુરત શહેરના સ્કૂલ કોલેજ અને યુનિવર્સિટી નજીક વેસુ વિસ્તારમાં શરૂ કરવામાં આવી છે જ્યાં એનડીપીએસના કેસો સાથે ડ્રગ્સ લેનાર લોકોને મુખ્ય ધારામાં લાવવા માટે પણ પ્રયાસ કરવામાં આવે છે. શહેરમાં ‘નો ડ્રગ્સ ઇન સુરત સિટી’ અભિયાન વર્ષ 2020થી શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારથી તમામ પોલીસ સ્ટેશન, એસઓજી અને ક્રાઈમ બ્રાંચ દ્વારા એવા વિસ્તારોમાં, જ્યાં ડ્રગ્સના દૂષણ હતા, કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 172 કેસોમાં કુલ રૂ.43 કરોડના વિવિધ પ્રકારના નશાકારક પદાર્થો જપ્ત કરવામાં આવ્યા છે, જેમાં એમડી, ચરસ, ગાંજો અને એલએસડી સામેલ છે. કુલ 425 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એક વર્ષમાં રું.13 કરોડના નશાકારક પદાર્થોનો મુદ્દામાલ કબજે
વર્ષ 2024માં 56 કેસો નોંધાયા છે, જેમાં રું.13 કરોડના નશાકારક પદાર્થોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તેમાં ચરસ, કફ સિરપ, એલ એસ ડી, એમડી ડ્રગ્સ અને ગાંજાનો સમાવેશ થાય છે. 146 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ચાર વર્ષમાં 218 જેટલા વોન્ટેડ આરોપીઓની ધરપકડ
પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારની નીતિ મુજબ “ટોપ ટુ બોટમ” અને “બોટમ ટુ ટોપ” વ્યૂહ રચનાને અમલમાં મૂકવામાં આવી છે. જેમાં ડ્રગ્સ ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે, કોણ કોણ તેમાં સામેલ છે, તથા ડ્રગ્સના કાર્ટેલ કેવી રીતે કાર્ય કરે છે તેની તપાસ કરવામાં આવે છે. છેલ્લા ચાર વર્ષમાં 218 જેટલા વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જે વિવિધ NDPS કેસો સાથે જોડાયેલા હતા. ગુજરાત બહારના અલગ અલગ રાજ્યોમાંથી તેમની ધરપકડ કરાઈ છે. આ કાર્યવાહીથી ડ્રગ્સ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી છે. શહેરના 80 જેટલા સાઇકિયાટ્રિસ્ટ ડોક્ટરોની યાદી તૈયાર
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ડ્રગ્સ કાર્ટેલને પકડી શકવાની સાથે પેડલરોને પણ પકડવામાં આવે છે. ઉપરાંત, જે લોકો નશાની આદતમાં ફસાઈ ગયા છે, તેમને મુખ્ય પ્રવાહમાં પાછા લાવવા માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સુરતના વેસુ પોલીસ સ્ટેશનમાં શરૂ કરાયેલ એન્ટી-નાર્કોટિક્સ યુનિટ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે. નશામાં ફસાયેલા લોકોને મદદરૂપ થવા માટે શહેરના 80 જેટલા સાઇકિયાટ્રિસ્ટ ડોક્ટરોની યાદી તૈયાર કરવામાં આવી છે અને તેમના સંપર્ક નંબર આ લોકો સાથે શેર કરાશે. રાંદેરમાં યુનિટ શરૂ કરવા માટે તજવીજ હાથ ધરાઈ
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે, રાંદેર વિસ્તારમાં વધુ એક એન્ટી-નાર્કોટિક્સ યુનિટની શરૂઆત માટે કામગીરી ચાલુ છે. ખાલી જગ્યાની ઓળખ કરવાનું કામ પણ પ્રગતિ પર છે, જેથી આ વિસ્તારના લોકોને આનો લાભ મળી શકે. ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પણ શંકાસ્પદ યુનિટ પર નજર
તેઓએ વધુમાં જણાવ્યું કે, સુરત પોલીસ દ્વારા બંધ પડેલ અને શંકાસ્પદ ઇન્ડસ્ટ્રીઝ પર પણ નજર રાખવામાં આવે છે, ખાસ કરીને GIDC વિસ્તાર સાથે સંકળાયેલા કારખાનાઓ પર. આવી મીટીંગમાં કૃષિ વિભાગના અધિકારીઓની હાજરી હોય છે. કોઈ શંકાસ્પદ ઉત્પાદન અથવા ઉગાડવામાં નશાકારક પદાર્થોની સંભાવના ન રહે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવે છે. શંકાસ્પદ ફેક્ટરીઓ અંગે સતત માહિતી મેળવવામાં આવે છે. ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજી ટીમ GIDC વિસ્તારોમાં સંકલન રાખીને નજર રાખે છે. મુખ્ય આરોપીઓ સુધી પોલીસ પહોંચી
તેઓએ કહ્યું કે મુંબઈથી આવતા ઘણા કેસોમાં પણ પકડ કરવામાં આવી છે. ડ્રગ સપ્લાય કરનારા લોકોને મુંબઈથી સુરત લાવવામાં આવ્યા છે. એક આરોપીની ધરપકડ અનંતનાગ (જમ્મુ-કાશ્મીર)માંથી કરવામાં આવી છે. નાઈજેરિયન આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. ટોપ લીડર્સને પકડવાની સાથે પેડલરો અને યુઝરો પર પણ ધ્યાન કેન્દ્રિત કરવા માટે એન્ટી-નાર્કોટિક્સ યુનિટ કાર્યરત છે, જેથી “ટોપ ટુ બોટમ” અને “બોટમ ટુ ટોપ” બંને સ્તરે કામગીરી થઈ શકે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments