back to top
Homeગુજરાતદ્વારકાધીશ જગતમંદિરના દર્શન સમયમાં ફેરફાર:આગામી ધનુર્માસ દરમિયાન શ્રીજીના ઉત્સવને લઈ ટ્રસ્ટનો નિર્ણય;...

દ્વારકાધીશ જગતમંદિરના દર્શન સમયમાં ફેરફાર:આગામી ધનુર્માસ દરમિયાન શ્રીજીના ઉત્સવને લઈ ટ્રસ્ટનો નિર્ણય; જાણો દર્શનનો સમય

દ્વારકાધીશ જગતમંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ધનુર્માસ દર્શન મનોરથના કાર્યક્રમો યોજવામાં આવનાર છે. હિન્દુ કેલેન્ડર અનુસાર માગસર મહિનામાં સૂર્ય ધન રાશિમાં રહેતો હોવાથી આ માસને ધનુર્માસ તરીકે ઓળખવામાં આવે છે. જગતમંદિરના વહીવટદારની યાદીમાં જણાવ્યાનુસાર મંદિરના પૂજારીઓ દ્વારા ધનુર્માસના ઉત્સવો દરમિયાન ઠાકોરજીના દર્શનના સમયમાં જરૂરી ફેરફાર કરાયો છે. દ્વારકા જગતમંદિરમાં દરરોજ સ્થાનિક તથા બહારગામથી મોટી સંખ્યામાં વૈષ્ણવ સમાજ દર્શનાર્થે આવતો હોય છે. તેમને સુચારૂરૂપે દર્શન થાય તેવા ઉમદા હેતુથી દ્વારકા જગતમંદિરનો વહિવટ કરતી દેવસ્થાન સમિતિ દ્વારા આવતા દિવસોમાં આવનાર ધનુર્માસ ઉત્સવ દરમિયાન શ્રીજીના દર્શનમાં થવાના ફેરફારનો સમય દર્શાવવામાં આવ્યો છે. જે મુજબ તા. 19 ડિસેમ્બર 2024ને મંગળવારને ધનુર્માસના રોજ મંગલા આરતી સવારે 5.30 કલાકે, અનોસર (મંદિર બંધ) 10.30 કલાકે, ઉત્થાપન સાંજે 5.00 કલાકે તથા ત્યાર બાદનો કાર્યક્રમ રાબેતા મુજબનો રહેશે. તો 24 ડિસેમ્બર 2024 ગુરૂવારે ધનુર્માસના રોજ મંગલા આરતી સવારે 5.30 કલાકે, અનોસર (મંદિર બંધ) 10.30 કલાકે ઉત્થાપન સાંજે 5.00 કલાકે તથા ત્યાર બાદનો કાર્યક્રમ રાબેતા મુજબનો રહેશે. બાદમાં 2025ના જાન્યુઆરી માસમાં પણ શ્રીજીના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે જે મુજબ 07મી જાન્યુઆરીને મંગળવારે તથા 9મી જાન્યુઆરીને ગુરૂવારના રોજ મંગલા આરતી સવારે 5.30 કલાકે, અનોસર (મંદિર બંધ) 10.30 કલાકે ઉત્થાપન સાંજે 5.00 કલાકે તથા ત્યાર બાદનો કાર્યક્રમ રાબેતા મુજબનો રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments