મહેસાણાના નસબંધીકાંડથી ગુજરાતભરમાં ખળભળાટ મચી ગયો છે. મહેસાણામાં નસબંધી વિવાદોમાં સપડાયું છે. ત્યારે અધિક આરોગ્ય અધિકારીએ આપેલા વિવાદાસ્પદ નિવેદનમાં સ્વ. સંજય ગાંધીના નામનો ઉલ્લેખ કરવામાં આવતાં કોંગ્રેસ આકરા પાણીએ જોવા મળી હતી. ત્યારે કોંગ્રેસ દ્વારા આજે સૂત્રોચ્ચાર સાથે આરોગ્ય વિભાગના ડો. ઘનશ્યામ ગઢવી સામે બાંયો ચડાવી હતી અને રાજીનામું આપવા બાબતે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. નવી શેઢાવી ગામના અપરિણીત યુવાનની નસબંધી કરાઈ હતી, ત્યારે મહેસાણા તાલુકાના જમનાપુરના 30 વર્ષીય યુવાન બીજા લગ્ન કરે એ પહેલાં જ નસબંધી કરી દીધી હતી. કોંગ્રેસે જિલ્લા પંચાયત ગજવી
મહેસાણામાં થયેલા નસબંધીકાંડમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઘનશ્યામ ગઢવી દ્વારા સ્વ. સંજય ગાંધીના નામની ખોટી ટિપ્પણી કરી મીડિયા સમક્ષ નિવેદનો આપ્યાં હતાં. આ દરમિયાન કોંગ્રેસ આકરા પાણીએ જોવા મળી હતી, ત્યારે આજે કોંગ્રેસ દ્વારા મોટી સંખ્યામાં જિલ્લા પંચાયત ખાતે પહોંચી સૂત્રોચ્ચાર કરીને જિલ્લા પંચાયત ગજવી હતી. જ્યાં કોંગ્રેસે જિલ્લા પંચાયતમાં આરોગ્યમંત્રી અને ડો.ઘનશ્યામ ગઢવી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને રાજીનામું આપવા માટે માગ કરી હતી તેમજ સમગ્ર મામલે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું આગામી સમયમાં કોંગ્રેસ જનતા સાથે આંદોલન કરશે
જિલ્લા કોંગ્રેસપ્રમુખે હસમુખભાઈએ જણાવ્યું હતું કે ADHO ગઢવી પોતાની અણઆવડત સીધી દેખરેખ નીચે નસબંધીના ખોટા કેસો દબાવવા અને મીડિયા સમક્ષ સંજય ગાંધીનું નામ લેવા અંગે અને જવાબદાર અધિકારીઓ સામે ફરિયાદ નોંધવા અંગે આજે વિરોધ કરવામાં આવ્યો છે. મહેસાણા જિલ્લામાં કોઈપણ વ્યક્તિના આરોગ્ય સામે ચેડાં ના થાય એ અંગે આજે રજૂઆત પણ કરી છે. મહેસાણા જિલ્લામાં મેડિકલ માફિયારાજ ચાલી રહ્યું છે. એ કોંગ્રેસ સાંખી નહીં લે. કોંગ્રેસ જનતા સાથે આગામી સમયમાં આંદોલન કરશે. નસબંધી કરાવનારી 28 વ્યક્તિના ઘરે ફેસ ટુ ફેસ તપાસ કરાશે, વાંચવા માટે ક્લિક કરો આરોગ્યમાં વારંવાર કૌભાંડો
મહેસાણા જિલ્લામાં નસબંધી માટે ટાર્ગેટ પણ આપવામાં આવે છે એવું ખુદ આરોગ્ય વિભાગના ગઢવી સાહેબે કહ્યું છે. આરોગ્ય વિભાગે ટાર્ગેટ પૂરો કરવા પણ નોટિસ આપી છે. સરકારના ટાર્ગેટ પૂરા નથી થતા, અગાઉ પણ પોલિયો રસીકરણમા 1 લાખ પોલિયો રસીકરણનો તફાવત જોવા મળ્યો હતો. આવાં કૌભાંડો આરોગ્યમાં વારંવાર થાય છે. આવનારા સમયમાં આવું ન બને એ માટે પણ તાકીદ કરી છે. સંજય ગાંધી કોણ હતા?
સંજય ગાંધીનો 14 ડિસેમ્બર 1946માં જન્મ થયો. સંજય ગાંધીએ 1974માં રાજકારણમાં એન્ટ્રી લીધી અને 1977-78માં તેમની લોકપ્રિયતા તેની ચરમસીમાએ પહોંચી હતી. લોકો કોંગ્રેસમાં ઈન્દિરા ગાંધી પછી તેમને જ પાર્ટીના સર્વેસર્વા માનતા હતા, કેમ કે રાજીવ ગાંધીને રાજકારણમાં કોઈ રસ નહોતો, પણ તેમના અકાળ અવસાને રાજનીતિને મોટો ઝટકો આપ્યો. 23 જૂન, 1980માં વિમાન દુર્ઘટનામાં 34 વર્ષની ઉંમરે તેમનું મૃત્યુ થયું હતું. ₹100માં નસબંધી કરાઈ તેનો સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો… રૂ.100નો દારૂ પીવડાવી નસબંધી કરી નાખી!
મહેસાણામાં એક યુવકની જાણબહાર નસબંધી કરાઈ હોવાની 5 ડિસેમ્બરે ઘટના સામે આવી હતી. આરોગ્ય વિભાગે નવી સેઢાવી ગામે 31 વર્ષના અપરિણીત યુવાનની નસબંધી કરાવી નાખી હોવાનાં પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા. એક મહિના બાદ આ યુવકના લગ્ન છે. જોકે એ પહેલાં જ નસબંધી કરી દેવામાં આવતાં આ મુદ્દે પરિવારે હંગામો મચાવ્યો હતો. એ બાદ જવાબદારોએ પોતાની ભૂલ સુધારવા ઓપરેશન ખોલવાની હિલચાલ શરૂ કરી દીધી છે. આરોગ્યકર્મચારી દ્વારા યુવકનો સંપર્ક કરી રૂ. 100નો દારૂ પીવડાવી અડાલજમાં નસબંધી કરાવી હોવાનું બહાર આવ્યું હતું. પહેલા લગ્ન તૂટ્યા બાદ ફરી પરણવા થનગનતો યુવક લાચાર
જમનાપુર ગામે નાનકડા કાચા જેવા મકાનમાં રહેતા 30 વર્ષના ઠાકોર યુવાન હવે બાપ નહીં બની શકે, નસબંધીના ટાર્ગેટમાં ભોળવીને ખોટા બહાને ઉઠાવી જઈને તેની નસબંધી કરી દેવાઈ છે. બિચારાની કરમની કઠળાઈ તો જુઓ, પ્રથમ લગ્ન તૂટ્યા બાદ તે બીજા લગ્ન માટે પોતાના લાયક યુવતીની શોધખોળમાં હતો. એ સમયે એક્ટિવા લઈને બે વખત તેના ઘરે આવેલા આરોગ્યકર્મીના સંપર્કમાં આવ્યો હતો અને જામફરિયા કાપવા જવાનું કહીને એમ્બ્યુલન્સમાં પોતાની સાથે લઈ ગયા હતા. લેબોરેટરી કરવાનું કહીને દવાખાનામાં લોહી લીધું અને તેની નસબંધી કરાવી 2 હજાર હાથમાં પકડાવી દીધા હતા. આ બનાવ 7 ડિસેમ્બરે સામે આવ્યો હતો જમનાપુરનો શખસ બીજા લગ્ન કરે એ પહેલાં જ નસબંધી! વાંચવા અહીં ક્લિક કરો