આજે માગસર સુદ આઠમનો દિવસ પૂજ્ય બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનો તિથિ મુજબનો 103મો પ્રાગટ્ય દિવસ છે. મહાતીર્થ રાજ સ્થાન ચાણસદ ખાતે પ્રાગટ્ય સ્થાનમાં સંતો-ભક્તો દ્વારા 51 વ્યંજનોનો ભવ્ય અન્નકુટોત્સવનો યોજવામાં આવ્યો છે. સાથે અહીંયાં ત્રણ દિવસથી 15 હજાર દીવડાની મહાઆરતી થઈ રહી છે. પ્રમૂખ સ્વામી મહારાજના પ્રગટ્યા દિવસને લઇ અનેક હરિભક્તો સ્વામીજીના નિવાસે મુલાકાતઃ લઈ રહ્યાં છે. આ વિશેષ દિવસે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ કે, જેઓનું પ્રાગટ્ય વડોદરા શહેરની નજીકમાં ચાણસદ ગામમાં થયેલ હતું. તેઓના પ્રાગટ્યને 103 વર્ષ પૂર્ણ થતાં છેલ્લાં ત્રણ દિવસથી નારાયણ સરોવર ચાણસદ દીવડાઓ તથા રોશનીથી ઝગમગતું રહ્યુ હતું. આજે અંતીમ દિવસ છે અને આજે પણ પ્રમૂખ સ્વામી મહારાજના પ્રગટ્યા દિવસની ભવ્ય ઊજવણી થઈ રહી છે. ચાણસદમાં પ્રમુખસ્વામી મહારાજનો જન્મ-અભ્યાસ થયો
આજથી 103 વર્ષ પહેલાં તિથિ પ્રમાણે આજના દિવસે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો ચાણસદના વર્ષો જૂના મકાનમાં જન્મ થયો હતો. તેઓ બાળ વયથી જ શાંતિલાલ તરીકે અભ્યાસ અને પ્રભુ ભક્તિમાં લીન રહેતા હતા. તે જમાનામાં પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે ધોરણ ચાર સુધી ચાણસદમાં તથા ત્યારબાદ ધોરણ છ સુધી પાદરામાં અભ્યાસ કર્યો હતો. ઈ. સ. 1939માં અઢાર વર્ષની વયે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના સ્થાપક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના હસ્તે દિક્ષા ગ્રહણ કરી નારાયણ સ્વરૂપ સ્વામી બન્યા હતા. સંસ્થાના પ્રમુખ પદે 1950માં આરૂઢ થયા બાદ પ્રમુખસ્વામી નામે વિશ્વ વિખ્યાત થયા છે. નારાયણ સરોવર ખાતે ગુરૂ પૂજનનું આયોજન
ઉલ્લેખનીય છે કે, જે રીતે સમગ્ર વિશ્વમાં અનેકવિધ સ્થળોએ ભગવાન રામના મંદિર આવેલા છે. પરંતુ અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર તે તમામમાં શિરમોર છે તેજ રીતે વિશ્વના અનેકવિધ દેશોમાં બીએપીએસના મંદિરો છે, પરંતુ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન ચાણસદમાં તેઓના 103માં પ્રાગટ્ય પર્વે ગુરુ પૂજન કરવું તે એક વિશેષ અને સીમાચીન રૂપ બની રહે છે. આ ભાવનાને ચરિતાર્થ કરવા માટે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરાના કોઠારી સ્વામી અને સંતોએ એક આગવું આયોજન કરી આજે પ્રમુખસ્વામી મહારાજના 103માં પ્રાગટ્ય દિવસ નિમિત્તે ભવ્ય ગુરુ પૂજનનું નારાયણ સરોવર ચાણસદ ખાતે આયોજન કર્યું છે. ભક્તો અહીંયા અન્નકૂટ સ્વરૂપે ભક્તિ રજૂ કરીઃ હરિ પ્રકાશ સ્વામી
આ અંગે હરિ પ્રકાશ સ્વામીએ જણાવ્યુ હતુ કે, આજના દિવસ પ્રમૂખ સ્વામી મહારાજનો પ્રગટ્ય દિવસ છે. સમગ્ર વિશ્વની અંદર 1100થી વધારે મંદિરોનું નિર્માણ પ્રમુખસ્વામીજી મહારાજે કરી લાખો ભક્તોને સુખી કર્યા છે. પરંતુ એ પ્રમુખસ્વામી મહારાજ આ નાનકડા ગામ ચાણસદમાં નાનકડા પ્રગટ્યા સ્થાનમાં તેઓનો જન્મ થતો છે. ત્યારે આજે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની 103મી જન્મ જયંતી છે, પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે લાખો ભક્તોને સુખી કર્યા છે. તો તે ભક્તોને ભક્તિ અહીંયા અન્નકૂટ સ્વરૂપે રજૂ કરવામાં આવી છે. આજે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના 103માં જન્મદિવસ નિમિત્તે હું તેઓને કોટી કોટી વંદન કરું છું.