બોલિવૂડ એક્ટર વરુણ ધવન આ વર્ષના અંતમાં એક દમદાર એક્શન ફિલ્મ ‘બેબી જ્હોન’ લઈને આવી રહ્યો છે. આ ફિલ્મમાં તે પહેલીવાર ખતરનાક પોલીસ અધિકારીના અવતારમાં જોવા મળશે. આજે મેકર્સે લગભગ 10,000ની ભીડ વચ્ચે પુણેમાં ગ્રાન્ડ ટ્રેલર લોન્ચ કર્યું. ટ્રેલરમાં વરુણ ધવનની ઝલક જોઈને તે એકદમ અલગ જ લાગે છે. મેકર્સે સરપ્રાઈઝ આપતા બતાવ્યું કે આ ફિલ્મમાં સલમાન ખાનનો કેમિયો પણ છે. ‘બેબી જ્હોન’નું ટ્રેલર રિલીઝ
વરુણ ધવન, કીર્તિ સુરેશ, વામીકા ગબ્બી, જેકી શ્રોફ, નિર્માતા મુરાદ ખેતાની અને એટલીએ ટ્રેલર લોન્ચ સમયે હાજરી આપી હતી. આમાં વરુણ ધવન પહેલી વાર ખાખી વરદીમાં જોવા મળશે. ‘બેબી જ્હોન’નું ટ્રેલર અદ્ભુત છે અને ફિલ્મની રિલીઝ પહેલાથી જ લોકોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે. ‘બેબી જ્હોન’નું ટ્રેલર શેર કરતી વખતે વરુણ ધવને લખ્યું, ‘એક્શન, ફાયર અને અનસ્ટોપેબલ ગુડ વાઇબ્સ! બેબી જ્હોન તે બધું લાવે છે! જેકી શ્રોફનો ખતરનાક લુક
વરુણ બે અલગ-અલગ લુકમાં જોવા મળે છે. એકમાં તે ટૂંકા વાળ અને ક્લીન શેવમાં પોલીસ યુનિફોર્મમાં છે. તો બીજો અવતાર લાંબા વાળ અને દાઢી સાથે બતાવવામાં આવ્યો છે. ટ્રેલરમાં વરુણનું પાત્ર બે અલગ-અલગ જીવન જીવી રહ્યો હોવાનું જોવા મળે છે, પરંતુ તેના એક જીવન સાથે સંકળાયેલા નેગેટિવ એલિમેન્ટ તેના નવા જીવનમાં પણ સમસ્યા સર્જે છે. જેકી શ્રોફ આ વિલનની મુખ્ય ભૂમિકા ભજવે છે, એટલે કે સ્ટોરીના મુખ્ય ખલનાયક, જેનો દેખાવ ખૂબ જ ભયાનક લાગે છે. ફિલ્મની બે એક્ટ્રેસ કીર્તિ સુરેશ અને વામિકા ગબ્બીની એક ઝલક પણ જોવા મળે છે. સલમાન ખાનનો શાનદાર કેમિયો
એટલાએ એ પણ કન્ફર્મ કર્યું છે કે સલમાન ખાન ફિલ્મમાં કેમિયો રોલમાં જોવા મળશે. ટ્રેલરમાં સલમાનની એક ઝલક પણ જોવા મળી છે. જેમાં તે વરુણ ધવનને બચાવવા માટે આવી રહ્યો હોય તેવું ટ્રેલર પરથી લાગી રહ્યું છે. ‘બેબી જોન’ રિલીઝ ડેટ
એટલી, કેલીઝ અને સુમિત અરોરા દ્વારા લખાયેલ, ‘બેબી જ્હોન’ એટલીની 2016 માં રિલીઝ થયેલી તમિળ ફિલ્મ ‘થેરી’ની રિમેક છે. ઓરિજિનલ ફિલ્મમાં થલપથી વિજય, સામંથા રૂથ પ્રભુ અને એમી જેક્સને કામ કર્યું હતું. જ્યારે ‘બેબી જ્હોન’માં વરુણ ધવન લીડ રોલમાં છે, જ્યારે કીર્તિ સુરેશ આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મ 25 ડિસેમ્બર 2024ના રોજ રિલીઝ થશે.