back to top
Homeગુજરાતભાસ્કરના અહેવાલ પર FSLની મહોર:રાજકોટના વાગુદડના આશ્રમમાં ગાંજાનું જ વાવેતર હોવાનો ઘટસ્ફોટ,...

ભાસ્કરના અહેવાલ પર FSLની મહોર:રાજકોટના વાગુદડના આશ્રમમાં ગાંજાનું જ વાવેતર હોવાનો ઘટસ્ફોટ, આશ્રમ તૂટ્યા બાદ હવે મહંત યોગીની ધરપકડ

આજથી ત્રણ મહિના પહેલા દિવ્ય ભાસ્કર દ્વારા લોધિકાના વાગુદડ ગામના મહંત યોગી ઉર્ફ ધર્મનાથનાં આશ્રમમાં ગાંજાના છોડ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. બાદમાં રાજકોટ ગ્રામ્ય SOGની ટીમ વાગુદડ ખાતેના અખિલ ભારતીય અવધૂત આશ્રમમાં તપાસ માટે પહોંચી હતી. SOG દ્વારા આ છોડને કબજે કરી તપાસ અર્થે FSLમાં મોકલાયા હતાં, જેના રિપોર્ટમાં આ છોડ ગાંજાના હોવાનું ખુલ્યું છે. આ મામલે મેટોડા પોલીસે ગુનો દાખલ કરી આજે (9 ડિસેમ્બર) રે મહંત યોગી ધર્મનાથની ધરપકડ કરી છે. આશ્રમની અંદર ગાંજાના વાવેલા બે છોડ મળ્યા હતા
મહંત યોગી ધર્મનાથે આશ્રમમાં ગાંજાના બે છોડ વાવ્યા હોવાનો દિવ્ય ભાસ્કર દ્વારા ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો. બાદમાં રાજકોટ ગ્રામ્ય SOGની ટીમ તપાસ માટે પહોંચી હતી અને જગ્યા પર ગેરકાયદે દબાણ હોવાનું સામે આવતા રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીએ લોધિકા મામલતદારને તપાસ સોંપી હતી. જેમાં 1 એકર જગ્યામાં આશ્રમ આવેલ હોવાનું સામે આવ્યું હતું. આશ્રમની કુલ 1 એકર જગ્યા સરકારી ખરાબાની હોવાથી દબાણ દૂર કરવા સૂચના આપવામાં આવી હતી અને જમીનનો કબજો લેવા કાર્યવાહી કરી કલમ 202 હેઠળ આ જગ્યા પરની માલિકી ધરાવનારાને નોટિસ મોકલી હતી. જેનો જવાબ નહીં રજૂ થતા અને દબાણ દૂર નહીં થતા આજે મામલતદારની હાજરીમાં પોલીસ બંદોબસ્ત સાથે આ સરકારી દબાણ દૂર કરવા ડિમોલિશન કામગીરી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવી હતી. વાંચો વિગતવાર….રાજકોટના મહંતના આશ્રમમાં ખુલ્લેઆમ નશાની ખેતી:દાણા જોતાં-જોતાં મહંત બન્યા, વૈભવી લાઇફસ્ટાઇલ, સરકારી જમીન પર અડંગો, ભાસ્કરનો ઘટસ્ફોટ મહંતે કારના કાચ તોડી નાખ્યા હતા
વાગુદડ ગામે શ્રીનાથજીની મઢીના આશ્રમ ચલાવતા મહંત યોગી ધર્મનાથે રાજકોટમાં કાલાવડ રોડ પર હંગામો મચાવ્યો હતો. તેમની કાર રોંગ સાઇડમાં હતી અને સામે આવતી GST અધિકારીના કાર ડ્રાઈવરે પાછી ન લીધી તો મહંતે કારના કાચ તોડી નાખ્યા હતા. એટલું જ નહીં ફરસી અને લાકડી હાથમાં લઈને છડેચોક આતંક મચાવ્યો હતો. મહંતે ગાડીમાંથી ઊતરીને બોનેટ ઉપર ધુમ્બો માર્યો
કાલાવડ રોડ પર જે ઘટનાક્રમ બન્યો હતો એમાં GST અધિકારીની કારના ડ્રાઇવર ભાવિન બેરડિયાએ પોલીસ ફરિયાદ કરી છે. જેમાં તેમણે આખા ઘટનાક્રમ વિશે કહ્યું કે, હું ડ્રાઇવર રાજકોટમાં સેન્ટ્રલ GSTમાં મારી ઇનોવા કાર કોન્ટ્રેક્ટમાં ચલાવું છું. આ કાર GST અપીલ કમિશનર એચ. પી. સિંહને ફાળવેલી છે. હું રાત્રે 9 વાગ્યાની આસપાસ અધિકારીને કાલાવડ રોડ પર પ્રેમમંદિર પાસે ઉતારીને GSTની ઓફિસે પરત જઈ રહ્યો હતો. ત્યારે મહિલા કોલેજ અંડરબ્રિજ પાસે કિશાનપરા ચોક તરફથી મારી ગાડીની સામે રોંગ સાઇડમાં એક ગાડી આવી હતી. એમાં સાધુ અને તેમના ત્રણથી ચાર અનુયાયીઓ હતા. મને ગાડી રિવર્સ લેવા કહ્યું, પરંતુ પાછળ ટ્રાફિક હતો એટલે ગાડી રિવર્સમાં જઈ શકે એમ ન હતી. ત્યારે મહંતે ગાડીમાંથી ઊતરીને બોનેટ ઉપર ધુમ્બો માર્યો હતો. તેમના હાથમાં ચીપિયો, લાકડી અને ફરસી જેવાં હથિયારો હતાં, એટલે હું મારી કારમાંથી બહાર ન નીકળ્યો. આ પણ વાંચો… નોટિસનો જવાબ રજૂ ન કરતાં સાધુના આશ્રમની 3 કરોડની એક એકર સરકારી જમીન ખુલ્લી કરાઈ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments