મુંબઈના કુર્લામાં BEST બસે અનેક વાહનોને ટક્કર મારી. જેમાં ત્રણ લોકોનાં મોત થયા અને 27 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત કુર્લા પશ્ચિમ રેલવે સ્ટેશન રોડ પર આંબેડકર નગરમાં થયો હતો. પ્રાથમિક તપાસમાં બ્રેક ફેલ થવાના કારણે અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે. બસ કુર્લા સ્ટેશનથી અંધેરી તરફ જઈ રહી હતી. આ BEST બસ BMC હેઠળ ચાલે છે. ઘાયલોને સાયન અને કુર્લા ભાભા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત સાથે જોડાયેલી 4 તસવીરો… બસ અકસ્માત સંબંધિત આ સમાચાર પણ વાંચો… મહારાષ્ટ્રમાં બસ પલટી જતા 15ના મોત, 20થી વધુ ઘાયલ: ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો, સરકારે 10 લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી મહારાષ્ટ્રના ગોંદિયામાં શુક્રવારે બપોરે બસ અકસ્માતમાં 15 મુસાફરોના મોત થયા હતા તેમજ 20થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન નિગમની શિવશાહી બસ (MH 09 EM 1273) ભંડારાથી ગોંદિયા આવી રહી હતી. ગોંદિયા પહેલા 30 કિમી દૂર ખજરી ગામ પાસે આ અકસ્માત સર્જાયો હતો. (વાંચો સંપૂર્ણ સમાચાર…)