back to top
Homeગુજરાતરાજ્યમાં એક સાથે 25 IPS અધિકારીઓની બદલી:શમશેરસિંઘ એન્ટી કરપ્શન બ્યુરોના ડિરેક્ટર પદ...

રાજ્યમાં એક સાથે 25 IPS અધિકારીઓની બદલી:શમશેરસિંઘ એન્ટી કરપ્શન બ્યુરોના ડિરેક્ટર પદ પર યથાવત, રાજકુમાર પાંડિયનને કાયદો-વ્યવસ્થા વિભાગનો હવાલો સોંપ્યો

ગુજરાત સરકાર દ્વારા આજે (9 ડિસેમ્બર) મોડી સાંજે એક સાથે 25 IPS અધિકારીઓની બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો હતો. જેમાં ઘણા સમયથી સિનિયર IPS અધિકારી શમશેરસિંઘની કોઈ સારી જગ્યાએ બદલી થશે તેવી ચર્ચાઓ હતી, પરંતુ તેમને એન્ટી કરપ્શન બ્યુરોમાં તે જગ્યા પર યથાવત રાખવામાં આવ્યા છે. જ્યારે તેમનો કાયદા અને વ્યવસ્થા વિભાગનો હવાલો રાજકુમાર પાંડિયનને સોંપવામાં આવ્યો છે. કેટલાક અધિકારીઓને વેઇટિંગ ફોર પોસ્ટિંગ
અમદાવાદ શહેરના ત્રણ IPS અધિકારીઓની બદલી બહાર કરવામાં આવી છે. જ્યારે કેટલાક અધિકારીઓને વેઇટિંગ ફોર પોસ્ટિંગ રાખવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને અમદાવાદ શહેરમાં સેક્ટર 2ની ખાલી પડેલી જગ્યા જે છેલ્લા આઠ મહિનાથી ચાર્જમાં ચાલતી હતી તે ભરાઈ છે, ત્યાર બાદ અમદાવાદ શહેરના ઝોન 1 અને ઝોન 2 ડીસીપીની બદલી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં બદલી થયેલા બીજા IPS અધિકારીને વેઇટિંગ ફોર પોસ્ટિંગ રાખવામાં આવ્યા છે. શહેરના કંટ્રોલ ડીસીપી કોમલ વ્યાસની બદલી કરાઈ
અમદાવાદ શહેરમાંથી ઝોન 1 ડીસીપી હિમાંશું વર્મા અને ઝોન 2 શ્રીપાલ શેસમાની બદલી કરી દેવામાં આવી છે. જ્યારે અમદાવાદ શહેરના કંટ્રોલ ડીસીપી કોમલ વ્યાસની પણ બદલી કરવામાં આવી છે. હિમકરસિંહની રાજકોટ રૂરલ ડીએસપી તરીકે બદલી
અમદાવાદ શહેરમાં સ્પેશિયલ બ્રાન્ચના એડિશનલ ડીજીપી અજય ચૌધરીની વુમન સેલમાં બદલી કરવામાં આવી છે. જ્યારે તેમનો ચાર્જ વિધિ ચૌધરીને સોંપવામાં આવ્યો છે. આ બધાની સાથે અમરેલી જિલ્લાના ડીએસપી હિમકરસિંહની બદલી રાજકોટ રૂરલ ડીએસપી તરીકે કરવામાં આવી છે. રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં બદલીમાં વેઈટિંગ ફોર પોસ્ટિંગમાં રહેલા IPS અધિકારી સુધીર દેસાઈને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. TRP આગકાંડમાં સાઈડ ટ્રેક થયેલા બે અધિકારીઓનું પોસ્ટિંગ
રાજોટ TRP અગ્નિકાંડ બાદ સરકારે આકરા પગલાં લીધા હતા. જેમાં વિધિ ચૌધરી અને સુધીર દેસાઈની બદલી કરવામાં આવી હતી. ત્યાર બાદ ઘણા સમયથી તેઓ મુખ્ય પોસ્ટિંગ વિના હતા, ત્યારે આ વખતની બદલીના હુકમમાં તેમના નામનો સમાવેશ થયો છે. જેમાં સુધિર દેસાઈને આઇબીમાં જ્યારે વિધિ ચૌધરીને અમદાવાદમાં સ્પેશિયલ બ્રાન્ચ અને એડમિનનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. આગામી સમયમાં વધુ IPS અધિકારીઓની બદલીની શક્યતા
અમદાવાદ શહેરમાં સેક્ટર 2ની ખાલી પડેલી જગ્યા પર રાજકોટ રૂરલના ચાર્જમાં રહેલા ડીઆઇજી જયપાલસિંહ રાઠોડની નિમણૂક કરવામાં આવી છે, ત્યારે હજી આગામી સમયમાં વધુ IPS અધિકારીઓની બદલી આવે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્રમાં ફરજ બજાવતા અધિકારીઓની બદલીનો લીથો જાહેર કરાશે
ઉલ્લેખનીય છે કે, આજે (9 ડિસેમ્બર) 25 IPS અધિકારીની બદલી કરવામાં આવી છે, જ્યારે આગામી નજીકના દિવસોમાં વધુ એક બદલીનો લીથો જાહેર કરવામાં આવશે. જેમાં બીજા લીથાની અંદર સૌરાષ્ટ્રમાં ફરજ બજાવતા IPS અધિકારીઓની પણ બદલી કરવામાં આવશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ બીજા લીથામાં રાજકોટ શહેરમાં ફરજ બજાવતા 3 સહિત સૌરાષ્ટ્રના સોમનાથ, જૂનાગઢ, મોરબી અને પોરબંદર જિલ્લા પોલીસવડા તરીકે ફરજ બજાવતા અધિકારીઓની બદલી નિશ્ચિત માનવામાં આવે છે. અધિકારીઓના નામ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments