back to top
Homeભારતરાહુલ ગાંધીએ મોદી-અદાણીનો લીધો ઈન્ટરવ્યૂ:કટાક્ષમાં જવાબ મળતા જ હસ્યા સાંસદો, 'સંસદમાં સર્કસ'નું...

રાહુલ ગાંધીએ મોદી-અદાણીનો લીધો ઈન્ટરવ્યૂ:કટાક્ષમાં જવાબ મળતા જ હસ્યા સાંસદો, ‘સંસદમાં સર્કસ’નું લોકોએ આપ્યું ટેગ; સોશિયલ મીડિયા પર વીડિયોએ ધૂમ મચાવી

રાહુલ ગાંધીએ પીએમ મોદી અને ગૌતમ અદાણીનો રમૂજી ઈન્ટરવ્યુ લઈને પોતાનો વિરોધ દર્શાવ્યો છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. જેમાં તે પીએમ મોદી અને ગૌતમ અદાણીનું માસ્ક પહેરેલા સાંસદોને અનેક સવાલો પૂછે છે. કેટલાક યુઝર આને સંસદમાં સર્કસનું ટેગ આપી રહ્યા છે. સોમવારે સંસદના ચાલુ શિયાળુ સત્ર વચ્ચે, વિપક્ષી સાંસદોએ પીએમ મોદી અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના ચહેરાના માસ્ક પહેરીને વિરોધ કર્યો. આ દરમિયાન કોંગ્રેસના નેતાઓ મણિકમ ટાગોર અને સપ્તગીરી શંકર ઉલાકાએ માસ્ક પહેર્યા હતા અને રાહુલ ગાંધીએ તેમનો ઈન્ટરવ્યુ લીધો હતો. જેમાં તેમના ફ્યુચર, પાર્ટનરશિપ અને મોદી કેમ ઓછું બોલે છે તે અંગે સવાલો કર્યા હતા અને માસ્ક પહેરેલા સાંસદોએ કટાક્ષમાં જવાબો આપ્યા હતા. વાંચો, રાહુલ ગાંધીએ અદાણી-મોદીને કયા સવાલો પૂછ્યા… રાહુલ પૂછે છે, તમે શું બોલી રહ્યા છો, આના પર અદાણીનું માસ્ક પહેરેલા સાંસદ કહે છે, કંઈ પણ જોઈએ. એરપોર્ટ જોઈએ. હવે શું લેવાના પ્રયત્નો કરી રહ્યા છો? અદાણીનું માસ્ક પહેરેલા સાંસદ કહે છે, અમારું વિઝન સ્પષ્ટ છે. અમારી મિટિંગ સાંજે છે. આટલું સાંભળતા જ રાહુલ હસે છે. બાજુમાં ઊભેલા એક અન્ય સાંસદ કહે છે, આ પાર્લામેન્ટ છોડી દો. રાહુલે પૂછ્યું- તમે તમારા સંબંધો વિશે જણાવો. માસ્ક પહેરેલા સાંસદોએ કહ્યું, અમે બધુ મળીને કરીશું. રાહુલે પૂછ્યું કે, તમારી પાર્ટનરશિપ ક્યારથી ચાલી રહી છે? આના પર માસ્ક પહેરેલા સાંસદો કહે છે વર્ષોથી. રાહુલે પૂછ્યું ભવિષ્ય કેવું છે? અદાણીનું માસ્ક પહેરેલા સાંસદ કહે છે, હું ઈન્ડિયા છું. રાહુલે પૂછ્યું કે તેઓ સંસદ કેમ ચાલવા નથી દેતા? અદાણી માસ્ક પહેરેલા સાંસદે કહ્યું કે તેમણે અમિતભાઈને પૂછવું પડશે. હું જે પણ કહું છું, તે (મોદીના માસ્ક પહેરેલા સાંસદ તરફ ઈશારો કરીને) કરે છે. રાહુલે મોદી માસ્ક પહેરેલા સાંસદ તરફ જોઈને પૂછ્યું કે, આ આજકાલ કેમ ઓછું બોલે છે. આ અંગે અદાણીના માસ્ક પહેરેલા સાંસદે કહ્યું કે તેઓ આજકાલ ટેન્શનમાં છે. જો કે, સમાજવાદી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદોએ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો ન હતો. ઘણા સાંસદોએ પણ આ ડ્રામાની ટીકા કરી હતી. જુઓ વીડિયો રાહુલ ગાંધી અગાઉ પણ અદાણી પર સવાલો ઉઠાવતા રહ્યા છે
આ નિવેદન પર સવાલ ઉઠાવતા રાહુલ ગાંધીએ પૂછ્યું કે શું અદાણીનું નિવેદન વડાપ્રધાન મોદીના નિર્ણયો પર તેમનો પ્રભાવ દર્શાવે છે. તેમણે એમ પણ પૂછ્યું હતું કે શું આ સંબંધો રાષ્ટ્રીય હિતોની વિરુદ્ધ નથી જતા, ખાસ કરીને જ્યારે અદાણી જૂથ વિરુદ્ધ ઘણી તપાસ ચાલી રહી છે અને તેના વ્યવસાયિક બાબતો પર પ્રશ્નો ઉભા થયા છે. વિપક્ષે અદાણી સામે તપાસની માગ કરી
તમને જણાવી દઈએ કે, સત્ર 20 નવેમ્બરથી શરૂ થયું હતું અને ત્યારથી વિપક્ષ સતત કેન્દ્ર સરકાર પર અદાણી વિરુદ્ધ ચાલી રહેલી ભ્રષ્ટાચારની તપાસ પર ચર્ચા રોકવાનો આરોપ લગાવી રહ્યો છે. ખાસ કરીને કોંગ્રેસના સાંસદોએ સંયુક્ત સંસદીય તપાસની માગ કરી છે. રાહુલે કહ્યું- મોદી સરકાર નવો ટેક્સ સ્લેબ લાવવાની તૈયારીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે કેન્દ્ર સરકારની ટેક્સ નીતિ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે X પર લખ્યું કે GSTથી સતત વધી રહેલા કલેક્શન વચ્ચે સરકાર એક નવો ટેક્સ સ્લેબ લાવવા જઈ રહી છે. જનતાને જરૂરી વસ્તુઓ પર જીએસટી વધારવાની યોજના છે. મૂડીવાદીઓને મફત લગામ આપવામાં આવી રહી છે, જ્યારે સામાન્ય લોકોને લૂંટવામાં આવી રહ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments