એક તરફ ઘણી જગ્યાએ હજુ પણ પીવાના પાણીની પણ વ્યવસ્થા નથી હોતી, ત્યારે બરવાળાના બેલા ગામે હજારો લિટર પીવાના પાણીનો બગાડ થયો હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. બરવાળાના બેલા ગામે પીવાના પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થતાં હજારો લિટર પાણીનો બગાડ થયો હતો, જેથી 10 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઊછળ્યા હતા અને ગામમાં વગર વરસાદે નદી વહેતી હોય એવાં દૃશ્યો સર્જાયાં હતાં. બેલા ગામે પાણીની પાઈપલાઈનમાં ભંગાણ
પાણી એ દરેક સજીવને જીવન જીવવા માટેની પ્રાથમિક જરૂરિયાત છે. એક બાજુ દેશના ખૂણે-ખૂણે જળ બચાવો અભિયાનની મોટી વાતો થાય છે, પરંતું આ વાતના ધજાગરા ઊડતા હોય ેવો એક વીડિયો બરવાળાના બેલા ગામથી સામે આવ્યો છે. બેલા ગામના પ્લોટ વિસ્તારમાં પીવાના પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થતાં હજારો લિટર પાણીનો વેડફાટ થયાની ઘટના સામે આવી છે. જોકે આ અંગે તંત્રને જાણ થતાં હાલ પાણી બંધ કરવામાં આવ્યું છે. હજારો લિટર પીવાના પાણીનો વેડફાટ
એક તરફ ઘણી જગ્યાએ હજુ પણ પીવાના પાણીની પણ વ્યવસ્થા નથી હોતી, ત્યારે બરવાળાના બેલા ગામે હજારો લિટર પીવાના પાણીનો બગાડ થયો હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. ગામમાં પ્લોટ વિસ્તારમાં પીવાના પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થયું હતું, જેથી દસેક ફૂટ ઊંચા પાણીના ફુવારા ઊછળ્યા હતા અને હજારો લિટર પાણીનો બગાડ થયો છે. આનો સ્થાનિકોએ વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વહેતો કર્યો છે. દસ ફૂટ ઊંચા પાણીના ફુવારા ઊછળ્યા
પ્લોટ વિસ્તારમાં પીવાના પાણીની પાઈપલાઈન પસાર થાય છે, જેમાં અચાનક ભંગાણ થતાં દસેક ફૂટ ઊંચા પાણીના ફુવારા ઊછળ્યા હતા અને હજારો લિટર પાણીનો વેડફાટ થયો છે. પાઈપલાઈનમાં એટલું બધું ભંગાણ હતું કે ગામમાં શિયાળામાં વરસાદનું ઝાપટું પડ્યું હોય એવાં દૃશ્યો સર્જાયાં હતાં. શેરીમાં જ્યાં નજર મારી ત્યાં સર્વત્ર પાણી જ પાણી નજરે ચડતું હતું. તંત્રને જાણ થતાં હાલ પાણી બંધ કરાયું
બેલા ગામના પ્લોટ વિસ્તારમાં પીવાના પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થતાં પ્લોટ વિસ્તારમાં જાણે નદી વહેતી થઈ હોય એવાં દૃશ્યો સર્જાયાં હતાં. જે અંગેનો સ્થાનિકોએ મોબાઈલમાં વીડિયો ઉતારી વાઇરલ કર્યો હતો, જોકે આ બનાવની તંત્રને જાણ થતાં તંત્ર દ્વારા હાલ પાણી બંધ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે, પરંતું પાણી બંધ કરવામાં આવે એ પહેલાં હજારો લિટર પીવાના પાણીનો જ વેડફાટ થઈ ગયો છે.