હિમાચલ પ્રદેશના ઉચ્ચ અને મધ્યમ ઊંચાઈવાળા વિસ્તારોમાં રવિવાર સાંજે અને રાત્રે હિમવર્ષા થઈ હતી. લાહૌલ સ્પીતિના ઘણા વિસ્તારોમાં, શિમલા, મંડી, કાંગડા, કુલ્લુ અને સિરમૌરની ઊંચી ટેકરીઓ પર સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ. સવારે રોડ, રસ્તા, ઘર, પહાડ બધું જ બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયું. સવારે આ વિસ્તારોનો નજારો સ્વર્ગથી ઓછું નથી લાગી રહ્યું…આ નજારો જોવા તમે પણ ઉપરના ફોટો પર ક્લિક કરો
ગત સાંજના સમયે પર્યટકોએ રિજ પર હિમવર્ષાથી ખુશ અને તેની ઉજવણી કરતાં જોવા મળ્યા હતા. મોડી રાત સુધી પર્યટકોએ આ કડકડતી ઠંડીમાં મોસમની મજા માણી હતી. IMDએ પણ 8 જિલ્લામાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. ઘણા શહેરોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી પણ નીચે પહોંચી ગયું છે. IMDનો અંદાજ છે કે હિમાચલ પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. તેની અસર સમગ્ર રાજ્યમાં જોવા મળશે.